________________
૫૪
જૈન ધર્મના પુષ્પગુચ્છ મુજબની ધર્મક્રિયા કરતા પણ, તપ-જપ કે ત્યાગ આચરતાં વિરાધક બને છે.
ગણધર ભગવંત શ્રી સુધર્મા સ્વામી ફરમાવે છે કે “જે આસવા તે પરિવા.” કેટલીકવાર આરાધક આત્માને કેટલીકવાર આશ્રવના સ્થાનો સંવરના સ્થાનો બની શકે છે; એમ વિરાધકને સંવરના સ્થાનો આશ્રવના સ્થાનો બની જાય છે. આરિલાભુવનમાં દર્પણમાં જોવું આશ્રવનું કારણ સંવર બની જાય છે. વિનયરત્નને રજોહરણાદિ સવિરના કારણો આશ્રવના કારણો બને છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કુલવાલકે ગુરુની આશાતના કરી, અવિનીતપણે વિરાધક દશાને પામી સદ્ગુરુના સમાગમમાં આવવા છતાં પણ આરાધકભાવ પામી ન શક્યા, વિરાધક બની દુર્ગતિના ધામમાં પહોંચી ગયા !
તેથી ધર્મની આરાધના આરાધક બની કરે તો ધર્મ અચૂક ફળશે. દેવ-ગુરુધર્મની સેવા-ઉપાસના-ભક્તિ કરી અનંત આત્માઓ અગાધ સંસારસમુદ્ર તરી સિદ્ધિ-સોધમાં સીધાવી ગયા તેવી રીતે વિરાધકો સંસાર સમુદ્રમાં ખેંચી ગયા, ડૂબી ગયા.
શ્રી સમવાયાંગ સૂત્રમાં બાર અંગનું સ્વરૂપ સમજાવ્યા પછી શ્રી સુધર્માસ્વામી કહે છે કે ભગવાન આગળના સૂત્રમાં જણાવે છે કે આ બાર અંગની વિરાધના કરી અનંતા જીવો ચાર ગતિ રૂપ સંસારમાં ખૂબ ભમે છે. વર્તમાનકાળમાં અનેવિષ્યકાળમાં પણ અનંત જીવો વિરાધના કરી ભમે છે. આ ફુટપટ્ટીથી આપણે આપણી જાતને તપાસવાની છે. ૫૦ ગાથાના વંદિત સૂત્રમાં ક્ષતિઓ માટે પડિકમવાની વાત વારંવાર કરી છે. તથા ૪૩ મી ગાથામાં તસ્ય ધમ્મસ્સ કેવલિપત્તસ્સ અભુઢિઓમિ આરાહણાએ, વિરઓમિ વિરાણાએ તિવિહેણ પડિઝંતોવંદામિ જિણે ચઉવીસ (૪૩).
મુહપત્તિના ૫૦ બોલમાં પરિહરવાની વસ્તુઓ ગણાવી છે, તેમાં “જ્ઞાનવિરાધના પરિહરું. દર્શનવિરાધના પરિહરું, ચારિત્ર વિરાધના પરિહરું'માં વિરાધનાને પરિહરવાની વાત કરી છે.
વિરાધનાથી ગભરાઈ જવાનું નથી. તે જો આરાધનામાં પરિણમે તો બેડો પાર થઈ જાય. તેનાં કેટલાંક દૃષ્ટાંત જોઇએ. નયસારના ભવમાં મહાત્માના સમાગમથી સમકિતી બન્યા પછી ત્રીજા ભવમાં અભિમાને થકી “કવિલા ઇલ્યુપિ ઇહયંપિ” ઉસૂત્ર દ્વારા વિરાધનાનું ફળ, ક્રોડાકોડ સાગરોપમ સુધી ભોગવવું પડ્યું. જમાલિએ “કડે પાણે કડે' ભગવાનના વચનને બરાબર નથી એવું ઉસૂત્ર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org