________________
૩૫ ૨
જૈન ધર્મના પુષ્પગુચ્છ આવતા નથી. પ્રતિમાનું ક્ષેત્ર એવું છે કે એમાં ભાવ અને આંતરિક પરિણતિ વગર પ્રગતિ થતી નથી. કોઈ જીવ વ્યવહારપ્રતિમાને ઊતરતી ગણી, તેને છોડીને માત્ર નિશ્ચયપ્રતિમાનો જ આશ્રય લે તો તે ભ્રમદશામાં રહે અને કદાચ પ્રગતિ ન કરી શકે એવો સંભવ રહે છે.
બાર વ્રતધારી શ્રાવક બનવું એ પણ ખરેખર કઠિન છે. શ્રાવકવર્ગમાંથી જેઓએ બાર વ્રત ધારણ કર્યા હોય એવા શ્રાવકોની ટકાવારી પણ ઘણી જ ઓછી રહે છે. એટલે અગિયાર પ્રતિસાધારી શ્રાવક તો જ્વલ્લે જ જોવા મળે. જેઓ દીક્ષાર્થી હોય એવા અપરિણીત પુરુષો અગિયારમી પ્રતિમા સુધી પહોંચી જઈ શકે છે, પરંતુ કુટુંબપરિવારવાળા શ્રાવકો ઘણુંખરું પાંચમી-છઠ્ઠી પ્રતિમાથી આગળ વધી શકતા નથી. એ માટે વ્યવસાયમાંથી પુખ્ત ઉંમરે નિવૃત્ત થયા પછી માણસ પ્રતિમાની સાધના કરવા તૈયાર થાય તો આગળ વધી શકે છે, પરંતુ ત્યારે ઘણાને શારીરિક શક્તિની મર્યાદાઓ નડે છે.
ભગવાન મહાવીર સ્વામીના કાળમાં શ્રાવકની આ પ્રતિમાઓનું મહત્ત્વ ઘણું બધું હતું. એ કાળ એવો અનુકૂળ હતો અને શરીરનું સંઘયણ પણ એવું સશક્ત હતું. એટલે જ આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક, ચુલનીપિતા શ્રાવક વગેરેએ અગિયારે અગિયાર પ્રતિમા ક્રમાનુસાર ધારણ કરી હતી. આ બધી પ્રતિમા સળંગ પૂરી કરતાં પાંચ વર્ષ અને છ મહિના લાગે અને એટલા સમયગાળામાં તો શરીર અત્યંત કુશ અને અશક્ત થઈ જાય. એટલે જ આવી રીતે અગિયારમી પ્રતિમાએ પહોંચેલા શ્રાવકને છેલ્લે સંલેખના કરીને દેહ છોડવાનો ભાવ થયા વગર રહે નહિ.
વર્તમાન કાળમાં જીવનની રહેણીકરણી બદલાઈ છે અને શરીરસંઘયણ ઘટ્યું છે. એટલે પાંચમી-છઠ્ઠી પ્રતિમાથી આગળ વધનારા શ્રાવકો જવલ્લે જ જોવા મળે છે. અલબત્ત કોઈક ભાગ્યશાળીઓ અગિયારમી પ્રતિમા સુધી પણ પહોંચી શકે છે. આમ છતાં આ પ્રતિમાઓ ધારણ કરવાની અને તે વહન કરવાની મુશ્કેલી ઘણી બધી છે. એટલે એમ કહેવાય છે કે સાધુ બનવું સહેલું છે, પણ સંપૂર્ણ પ્રતિમાધારી શ્રાવક બનવું કઠિન છે. ગૃહત્યાગ કરી સાધુ થનારને જે અનુકૂળતાઓ મળે છે તેવી અનુકૂળતાઓ ઘરપરિવાર સાથે રહેનાર શ્રાવકને પ્રતિમા ધારણ કરવા માટે ઘણી ઓછી મળે છે. વળી સાધુ સમુદાયમાં રહેવાથી સાધુતાનું-સંયમ, તપ-જપ, સ્વાધ્યાય તથા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org