________________ 300 જૈન ધર્મના પુષ્પગુચ્છ [જ લોકોની આંખોને પોતાના તરફ આકૃષ્ટ કરે છે તે લેશ્યા છે.] આવશ્યક સૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છેઃ श्लेषयन्त्यात्मानमष्टविधेन कर्मणा इति लेश्याः / / [જ આત્માને અષ્ટવિધ કર્મ ચોંટાડે છે તે વેશ્યા છે.] યોગપરિણામો જોયા ! અર્થાત્ લેગ્યા એ યોગપરિણામ છે. નિર્ચો જો–લેશ્યા એ કર્મનિસ્યદરૂપ છે. (કર્મમાંથી વહેતો પ્રવાહ દિગંબર ગ્રંથ “ધવલા'ની ટીકામાં કહ્યું છેઃ તિપતીતિ તે જે કર્મોને આત્મા સાથે લિપ્ત કરે છે તે વેશ્યા. વષયોગિતા યોગ પ્રવૃતિનેંડ્યા –લેશ્યા એ કષાયોદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ છે. (આ વ્યાખ્યા અધૂરી ગણાય છે, કારણકે સયોગી કેવલીને કષાય નથી હોતા, પણ શુકલ વેશ્યા હોય છે.) શ્રી અભયદેવસૂરિએ ભગવતી સૂત્રની ટીકામાં દ્રવ્ય લેગ્યા માટે કહ્યું છેઃ कृष्णादि द्रव्य सानिध्यजनितो जीव परिणामो लेश्या / [કૃષ્ણ વગેરે દ્રવ્યના સાનિધ્યથી જે જીવપરિણામ ઉત્પન્ન થાય છે તે વેશ્યા.] વળી કહ્યું છેઃ कृष्णादि द्रव्य साचिव्यात् परिणामो य आत्मनः / स्कटिकस्येव तत्रायं, लेश्या शब्द प्रयुज्यते / વળી ભાવલેણ્યા માટે એમણે કહ્યું છેઃ कृष्णादि द्रव्य साचिव्य जनिताऽत्मपरिणामरूपा भावलेश्या / [કૃષ્ણાદિ દ્રવ્યના સાન્નિધ્યથી જે આત્મપરિણામરૂપ ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવલે શ્યા.] આપણા મનમાં ભાવો, વિચારતરંગો સતત બદલાતા રહે છે. એક ક્ષણ પણ ચિત્ત નવરું પડતું નથી. ક્યારેક કદાચ આપણે એ વિશે સભાન ન પણ હોઇએ, પણ ભાવતરંગો તો નિરંતર, ઊંઘમાં પણ ચાલતા જ રહે છે. વ્યવહારજગતમાં આપણે વિવિધ પ્રકારના મનુષ્યો જોઈએ છીએ. દરેક માણસના ચહેરા ભિન્નભિન્ન છે અને એ દરેક ચહેરા પરનું તેજ પણ ભિન્નભિન્ન છે, એટલું જ નહિ એક જ વ્યક્તિના ચહેરા પર પણ વારંવાર તેજ બદલાય છે. એક પ્રતિષ્ઠિત માણસ હોય અને કોઈ એનું ખરાબ રીતે જાહેરમાં અપમાન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org