________________
બહિરાત્માથી પરમાત્મા સુધી
આ પ્રમાણે સાતે નયોની વિશદ ચર્ચા ડૉ. રમણભાઇએ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી વિરચિત અધ્યાત્મસારનાં ત્રીજા ભાગમાં જે ક૨ી છે તે નયોમાં જેમની ચાંચ ડૂબી છે તેમના માટે તો આસ્વાદ્ય વિગતો છે; પરંતુ નયોનો જેમણે બિલકુલ અભ્યાસ કર્યો નથી હોતો, જેમણે નયાવતારમાં ડૂબકી જ મારી નથી તેમને માટે આ વિશદ ચર્ચા પણ શિરોવેદના કરનારી, નીરસ, કંટાળાભરેલી લાગે તેમ છે.
આત્મા કર્મોથી અબદ્ધ છે, એવું શાસ્ત્રજ્ઞાન હોવા છતાં જીવને ભ્રમ રહે છે કે આત્માને કર્મબંધ હોય છે! તે માટે શાસ્ત્રના વચનો વારંવાર સાંભળવા, વારંવાર તેનું મનન, ચિંતન અને સ્મરણ કરવું જોઇએ. આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરવાથી આત્માના અબદ્ધ સ્વરૂપનું વેદન થાય છે. જ્યારે મિથ્યા મંદબુદ્ધિનું નિવારણ થાય ત્યારે આત્મા વિભાવ દશામાંથી મુક્ત થઈ બંધરહિત પ્રકાશે છે.
૧૭૧
કર્મદ્રવ્યોનો ક્ષય તે દ્રવ્યમોક્ષ છે જે આત્માનું લક્ષણ નથી. દ્રવ્યમોક્ષના કારણરૂપ રત્નત્રયીથી યુક્ત આત્મા તે ભાવમોક્ષ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર સાથે આત્મધ્ય સધાય ત્યારે જાણે કર્મો કુપિત થયાં હોય તેમ તત્કાળ જુદાં પડી જાય છે. તેથી રત્નત્રયીરૂપી ભાવલિંગ જ મોક્ષનું કારણ છે. આ બંને લિંગોમાં દ્રવ્યલિંગ અંતિમ કોટિનું થઈ ન શકે જ્યારે ભાવલિંગ રત્નત્રયીની પૂર્ણતા સુધી, કેવળજ્ઞાન અને સિદ્ધગતિ સુધી પહોંચાડી શકે, પહોંચાડે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે રત્નત્રયીરૂપે આત્માના ગુણો આવિર્ભાવથી ભાવલિંગની મોક્ષપ્રાપ્તિમાં અનિવાર્યતા છે. તેથી વ્યક્તિ દિગંબર હોય, શ્વેતાંબર હોય કે અન્યધર્મી હોય, પણ જો તેનામાં ભાવલિંગ હોય તો તેનાથી જ મુક્તિ છે, તેના અભાવમાં મોક્ષપ્રાપ્તિ નથી.
નયોની વિસ્તૃત શાસ્ત્રીય માહિતી માટે ‘સન્મતિ-તર્ક સુપ્રસિદ્ધ છે. સમર્થ તાર્કિક શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજાની એ તર્કશુદ્ધ મહાભવ્ય કૃતિ છે. તેમાં નિશ્ચય નય અને વ્યવહાર નયના વિસ્તૃત સ્પષ્ટ અને યુક્તિસિદ્ધ નિરૂપણો કરી વસ્તુદર્શનમાં વિવિધ દૈષ્ટિબિંદુઓ તેમણે રજુ કર્યા છે. વસ્તુ જોવાના જેટલાં દૃષ્ટિબિંદુઓ હોય તેટલા નય કહેવાય. જૈનદર્શન જેવી આ વિશેની ચર્ચા છે તેવી અન્ય દર્શનોમાં અપ્રાપ્ય છે. જૈનદર્શન દૃષ્ટિઓનો જુદી જુદી રીતે વિભાગ કરી બતાવે છે. જેમકે હજાર વિભાગ કરી સહસ્રાર નયચક્ર, સો વિભાગ કરી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org