________________
મોહનીયની માયાજાળ
૨૫ મિથ્યાત્વ-મોહનીયના કળિકોના ઉદયરહિત અંતર્મુહૂર્તને પામે છે; જેનું નામ
ઓપશણિક સમયકત્વની પ્રાપ્તિ કહેવાય. અપૂર્વકરણ થયા પછી જીવને જે પરિણામ પેદા થાય તે અનિવૃત્તિકરણ કહેવાય. કારણ કે એ પરિણામ પામેલો જીવ સમ્યકત્વના પરિણામને પામ્યા વિના નિવૃત્ત થતો નથી, પાછો હઠતો નથી, તે પામે છે. પામે જ.
આટલી ચર્ચાના નિષ્કર્ષ રૂપે કહેવાય કે સમ્યકત્વને પામેલા પુણ્યાત્માઓએ સમ્યકત્વની રક્ષા માટે કાળજી સાથે સમ્યકત્વ દિન પ્રતિદિન શુદ્ધ બનતું જાય, ક્ષય ન પામે તેવો પુરુષાર્થ કરવો રહ્યો. વિ, કષાયની અનૂકૂળતાનો રાગ તેમજ પ્રતિકૂળતાનો દ્વેષ જ આત્માની આટલી ચર્ચાના નિષ્કર્ષ રૂપે કહેવાય કે : સમ્યકત્વને પામેલા પુણ્યાત્માઓએ સમ્યકત્વની રક્ષા માટે કાળજી સાથે સમ્યકત્વ દિન પ્રતિદિન શુદ્ધ બનતું જાય, ક્ષય ન પામે તેવો પુરુષાર્થ કરવો રહ્યો. વિષયકષાયની અનુકૂળતાનો રાગ તેમજ પ્રતિકૂળકતાનો વેષ જ આત્માની ખાનાખરાબી કરી નાંખી છે. અહીં વિષયકષાયની અનુકૂળતાનો રાગ તથા પ્રતિકૂળતાનો દ્વેષ એ સુખનું કારણ છે, તેના આધારે અનુસરવું, વર્તવું એ જ ઘાતી કર્મોને સુદઢ બનાવવાનું, જોરદાર બનાવવાનું પ્રધાન કારણ છે.
આત્મવિકાસની ખરી શરૂઆત ચોથા ગુણસ્થાનકે થાય. અહીં મિથ્યાત્વ જાય ને સમ્યકત્વ આવે, પાંચમે અવિરતિનો અમુક ભાગ જાય દેશવિરતિ આવે, છઠ્ઠ અવિરતિ પૂરેપૂરી દૂર થતાં સર્વવિરતિ આવે; સાતમા ગુણસ્થાનકે પ્રમાદનો પરિહાર થાય ને આત્મજાગૃતિ ઝળહળે. આઠમાં ગુણસ્થાનકે અપૂર્વકરણ થાય. નવમાં ગુણસ્થાને નિવૃત્તિ એટલે કે અધ્યવસાયોની ભિન્નતા હોતી નથી તેથી અનિવૃત્તિ વિશેષણ લગડેલું છે. આ ગુણસ્થાને સમકાળે આવેલા સર્વ જીવોના અધ્યવસાય પરસ્પર સરખા હોય છે. એ પ્રમાણે દરેક સમયે અનુક્રમે અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાયો સરખા જ હોય છે; પરંતુ દશમાં ગુણસ્થાનકની અપેક્ષાએ કષાયો બાદર હોય છે. તેથી અનિવૃત્તિ પછી બાદર વિશેષણ લગાડેલું છે. આ ગુણસ્થાને ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિનું કાર્ય આગળ વધે છે. તેથી મોહનીયકર્મની ૨૦ પ્રકૃતિઓનો ઉપશમ કે ક્ષય થાય છે. આગળ સાત પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ થયેલો જ છે એટલે અહીં એક સંજવલન લોભ જ અવશિષ્ટ રહે
સમ્યકત્વ ગુણને પામ્યા પછી નિકચિત કર્મોના ઉદયથી દુષ્કર્મોનો ઉદય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org