________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૨૪
પરંતુ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ માટે તેવું નથી. જે જીવ ગ્રંથિદેશે આવ્યા પછી અપૂર્વકરણ પામે તે જીવ તે કરણ દ્વારા નિયમા ગ્રંથિને ભેદે, ગ્રંથિને ભેદી તે જીવ નિયમા અનિવૃત્તિકરણ પામે જ; વળી તે દ્વારા નિયમા સમ્યકત્વને પણ પામે. અધિગમથી અને નિસર્ગથી સમ્યગ્દર્શન ગુણને પામનારા જીવો આમ જ અપૂર્વકરણ પામી, ગ્રંથિ ભેદી અનિવૃત્તિકરણ દ્વારા સમગ્દર્શન ગુણને પામે છે. વાસ્તવમાં કોઇપણ જીવ અપૂર્વક૨ણ અને અનિવૃત્તિકરણ પામ્યા વિના શુદ્ધ ધર્મસ્વરૂપ સમસ્કત્વને પામતો નથી. પરંતુ એ અપૂર્વકરણ પામે છે તે નિયમા સમ્યગ્દર્શન પામે છે.
આથી અપૂર્વકરણની ઘણી મહત્તા છે. તે વગર ગ્રંથિ ભેદાય નહીં, ગ્રંથિ ભેદાય વિના અનિવૃત્તિકરણ પ્રગટે નહીં અને તે વિના સમ્યકત્વની પ્રાપ્તિ થાય નહીં. આથી શુદ્ધ ધર્મરૂપ સમ્યકત્વ પામવા માટે અપૂર્વકરણ માટે મહેનત ક૨વી જોઇએ. અનાદિકાળથી અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને પૂર્વના અનંતકાળ પર્યંતમાં પણ સુંદર પરિણામની પ્રાપ્તિ થઈ નથી તેવા વિશિષ્ટ કોટિના સુંદર પરિણામને અપૂર્વક૨ણ કહેવાય છે. આત્માનો આ પરિણામ કેટલો સુંદર હોવો જોઇએ ! અપૂર્વકરણ પામ્યો તે જીવ સમય્યત્વ પામ્યા વિના પાછો હઠે નહીં; પરંતુ તે તરત જ સમ્યકત્વ પામે તેવું પણ ન બને. હજુ મિથ્યાત્વ મોહનીયનો વિપાકોદય અને પ્રદેશોદય જ્યાં સુધી ચાલુ હોય, ત્યાં સુધી સમ્યકત્વનો પરિણામ પ્રગટતો નથી. જો તે દરમ્યાન વિપાકોદય ચાલુ રહે તો તે જીવનો સમ્યકત્વનો અધ્યવસાય ચાલી જાય.
રાગદ્વેષના પરિણામ સ્વરૂપ કર્મગ્રંથિને ભેદી નાંખવા સજ્જ બનેલો આત્મા અનિવૃત્તિક૨ણ દ્વારા એવી સ્થિતિ પેદા કરે કે જ્યાં મિથ્યાત્વ મોહનીયનો સર્વથા ઉદય જ ન હોય, અથવા વિપાકોદય ન હોય, અપૂર્વકરણનું કાર્ય થઈ ગયા પછી જીવમાં જે શુભ પરિણામ પ્રગટે તેને અનિવૃત્તિકરણ કહે છે. અનિવૃત્તિકરણ એ જ સમ્યકત્વ રૂપ આત્મપરિણામ. કર્મગ્રંથના અભિપ્રાય પ્રમાણે તે અનિવૃત્તિકરણના કાળ દરમ્યાન મિથ્યાત્વ મોહનીયના દળિયાના ત્રણ પુંજ બનાવે છે.
જ્યારે મિથ્યાત્વમોહનીયનાં દળિકોનો પ્રદેશોદય કે વિષાકોદય ન હોય ત્યારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો પણ પ્રદેશ કે વિપાકોદય ન હોય તેવી તૈયારી જીવ એવા અંતર્મુહૂર્તમાં કરી લે અને તરત જ અનંતાનુબંધી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org