________________
મોહનીયની માયાજાળ
૨૩
થયાં નથી. તેથી આ અપૂર્વકરણ રૂપી હથિયાર વડે પ્રગટ થયેલી કર્મગ્રંથિને ભેદવાની છે. તે આની દ્વારા ભેદાયા પછી સમ્યકત્વસૂર્યનો ઉદ્ય થાય છે. જેથી જીવનો સંસારકાળ પરિત્ત, મર્યાદિત થઈ જાય છે. તે અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યુન પણ હોઈ શકે. આ અપૂર્વકરણ દ્વારા જ વિષયકષાયની અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ તજવાનો ભાવ હોય જ. કષ ટલે સંસાર અને આય એટલે પ્રાપ્તિ. કષાય એટલે જેનાથી સંસારની પ્રાપ્તિ થાય. આમ આ અપૂર્વકરણ વિષય તથા કષાયનો બનેલો જે સંસારવૃક્ષ તેને જડથી ઉખેડી નાંખે છે. મોહનીયકર્મ જે જટિલ અને ભયંકર છે તેને માટેનું આ સુંદર હથિયાર હવે હાથવગું થયું. ચરમાવર્તકાળ જે અંતિમ પુદ્ગલાવર્તમાં આવે તેનાથી આ બધું શક્ય બને તેમ
છે.
અપૂર્વકરણથી કર્મગ્રંથિ ભેદાય છે અને અનિવૃત્તિકરણથી સમ્યગ્દર્શન પમાય છે. જે ભવ્ય જીવો યથાપ્રવૃત્તિકરણને પામે છે તેમનામાં જ્યાંસુધી અપૂર્વકરણ પ્રગટે નહિ ત્યાં સુધી યથાપ્રવૃત્તિક૨ણમાં જ રહે છે. સમ્યકત્વરૂપ શુદ્ધ ધર્માદિનું બીજ યથાપ્રવૃત્તિકરણથી થાય. જીવ ગ્રંથિદેશને યથાપ્રવૃત્તિકરણથી પામે છે. દ્રવ્યશ્રુત તથા દ્રવ્યચારિત્ર પણ યથાપ્રવૃત્તિકરણથી પામે છે. ચરમાવર્તને પામેલો જીવ શુદ્ધ ધર્માદિના બીજને પણ યથા પ્રવૃત્તિકરણથી પામે છે, તેથી યથાપ્રવૃત્તિકરમ એ એક ચિત્રવિચિત્ર પ્રકારનું કરણ છે. માત્ર ભવ્યાત્માઓ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે પડે. ભવિતવ્યાદિના સુયોગે પુરુષાર્થશાળી બની અપૂર્વકરણ પામે છે. જ્યારે અભવ્યો, દુર્ભવ્યો અને અપૂર્વકરણ નહિ પામેલા જીવોને માત્ર યથાપ્રવૃત્તિકરણથી આગળ કશું હોતું નથી. તેથી ત્રણે પ્રકારના પરિણામો (કરણો) નિયમા ભવ્યાત્માઓને ઉપલબ્ધ થાય છે. જે આત્માનો સંસારભ્રમણકાળ, એક પુદ્ગલપરાવર્તકાળથી અધિક નથી તેને જ આપણે ભવ્ય તરીકે ઓળખીએ છીએ. આવા આત્માઓ ગ્રંથિદેશે આવ્યા પછી ભવિતવ્યાદિની સાનુકૂળતાએ, બીજાદિથી ક્રમિક પ્રગતિશીલ થઈ અપૂર્વકરણ દ્વારા રાગ-દ્વેષરૂપી ગાઢ પરિણામરૂપ કર્મગ્રંથિને ભેદી ત્યારબાદ અનિવૃત્તિકરમ દ્વારા સમ્યકત્વને પામે છે. ત્યારે તેમનો સંસા૨કાળ મોહનીયાદિ મંદત્તમ થયેલ હોવાથી વધુમાં વધુ અર્ધપુદ્ગલપરાવર્તકાળથી કંઇક ન્યૂન હોય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવ્યા પછી જીવ અપૂર્વકરણ પામે જ તેવો નિયમ નથી. કેમકે તે ગ્રંથિદેશે આવે છતાંય અપૂર્વકરણ ન પામે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org