________________
૨ ૨
જૈન ધર્મના પુષ્પગુચ્છ પરિણામ પ્રગટે નહિ, જો પ્રગટે તો તીવ્રતર બને નહિ તેની કાળજી રાખવી તેમજ શુભ અને શુદ્ધ પરિણામ બન્યા રહે વળી તે ખૂબ તીવ્ર બનતા રહે તેવી પ્રયત્ન કરતા રહેવું જોઇએ. મોહનીય કર્મ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમનું અત્યંત બળવત્તર છે તેથી આમ કરતા રહેવું નિતાંત આવશ્યક તથા ફળદાયી છે. તેથી કર્મની સ્થિતિ ન્યૂનતરની જે વ્યાખ્યા છે તે થતાં કર્મલાઘવ સ્થિતિએ પહોંચી રાગ-દ્વેષની કઠણ તીવ્ર ગાંઠને તોડતા ગ્રંથિભેદ થઈ શકે છે જે અભવ્યો, દુર્ભવ્યો જ્યારે પણ કરી શકવાના નથી. ભલેને તેઓએ કર્મલઘુતા હાંસલ કરી હોય ! અભવ્યો અને દુર્ભવ્યો ગ્રંથિદેશે આવી યથાપ્રવૃત્તિકરણમાં વર્તતા, અધિકાધિક કર્મનિર્જરા કરતા નવગ્રેવેયક સુધી પહોંચે પમ શુદ્ધભાવની ખામીને લીધે મોક્ષ હસ્તગત નથી કરી શકતા. નવરૈવેયકે રાગ-દ્વેષને લીધે ગાઢ પરિણામ વશ અશુભ કર્મો ઉપાર્જે છે. આમ અભવ્યાદિને ગ્રંથિદેશની પ્રાપ્તિ, દ્રવ્યશ્રુત તથા દ્રવ્યચારિત્રની પ્રાપ્તિ થવા છતાં પમ સંસારનાશ તેઓ માટે શક્ય નથી, કારણ કે અપૂર્વકરણ પામવાની લાયકાત તેઓમાં હોતી નથી. અભવ્યો સ્વભાવે ગ્રંથિદેશાદિ પામે પણ અપૂર્વકરણની લાયકાત હોતી નથી. દુર્ભવ્યોને કાળની અપરિપક્વતા નડે છે. ભવ્યો છે ત્યારે જ પામે કે જ્યારે ભાવિતાવ્યાદિની સાનુકૂળતા હોય. ગ્રંથિદેશે આવેલો જીવ આસંખ્યાતા કાળ સુધી ટકી શકે, ત્યાર પછી તે આગળ વધે અને ન વધે તો પાછો હઠી પણ જાય ! મોહનીય કર્મની કેવી વિડંબના ! તેથી મુનિપુંગવ ભદ્રબાહુસ્વામીએ ટકોર કરી છે કે કિનારે આવેલો પાછો સરી ન પડીશ ! જો જીવ ગ્રંથિદેશે પાછો પડે તો તે વધુ કર્મસ્થિતિ ઉપાર્જ જાતિભવ્યોને મોક્ષેચ્છા થઈ શકે પણ તે માટેની યોગ્ય સામગ્રી જ મળવાની નથી. તેથી પરિણામની શુદ્ધિ માટે સંસારની નિર્ગુણતાનું ભાન અને ધર્મશ્રવણેચ્છાદિની જરૂરિયાત છે.
હવે અપૂર્વકરણ તરફ વળીએ. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પુરુષાર્થની અપેક્ષા સેવે છે. તે દ્વારા જીવ અપૂર્વકરણ પ્રગટાવી શકે છે. અપૂર્વકરણ અને કર્મગ્રંથિ બંને આત્મપરિણામ સ્વરૂપ છે. પરિણામ દ્વારા જ પરિણામ ભેદવાનો છે. કરણ શબ્દ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણ ઠેકાણે આવે છે. કરણ એટલે અધ્યવસાય, મનની અત્યંત ઊંચી શુભ ઉત્તુંગ અવસ્થા. પૂર્વ એટલે પહેલાં. અપૂર્વ ટલે પહેલાં નહિ. અપૂર્વકરણ એટલે મનની એવી ઉત્તેગ શુભ અવસ્થા કે અધ્યયવસાયો કે જે જીવને સંસારની મુશાફરીમાં ક્યારે પણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org