________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ માર્ગપતિત કક્ષામાં આવી માર્ગપ્રવેશ પામતાં તત્ત્વની જિજ્ઞાસા જગાડી ગ્રંથિભેદ કરી તત્ત્વશ્રદ્ધારૂપી સમ્યગ્દર્શન પામે છે. ચરમાવર્તમાં આવેલો જીવ અચરમાવર્તમાં જતો નથી. અનંતાનંત પુદ્ગલપરાવર્તકાળથી તે ભટકતો હતો તે હવે જો સમકિતી બને તો અર્ધપુદ્ગલાવર્તથી અસંખ્યાતા પલ્યોપમ ઓછા સમયમાં મોક્ષ પામી જશે. અપુનબંધકદશા ચરમાવર્તકાળમાં જ થાય છે. ચરમાવર્ત એટલે મોક્ષ જવાનો છેલ્લો પુગલ પરાવર્તકાળ. તેથી વધુ કાળ અચરામાવર્ત ગણાય. ત્યાં ગમે તેટલો ધર્મસંયોગ મળે છતાં એનામાં લેશ માત્ર ભવભીતિ કે મોક્ષરુચિ જ થતી નથી. તે માટે તેનામાં સરાસર અયોગ્યતા છે.
પુરુષાર્થ નામનું પાંચમું કારણ કાર્યોત્પત્તિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જમીન, હળ, બીજ, વરસાદ બધું હોય પણ ખેડૂતનો પુરુષાર્થ જરૂરી છે. પાણી, માટી, ચાકડો હોવા છતાં કુંભારના પુરુષાર્થ વિના ઘડો ક્યાં બને છે ? ઉદ્યમ વિના ભોજન ભેગા થવાય ? એમ ભવિતવ્યતાએ જીવને વ્યવહાર રાશિમાં લાવી મૂક્યો. સ્વભાવ અને કાળે ઠેઠ ચરમાવર્તકાળમાં મૂક્યો. પુણ્ય કર્મે માનવ ભવ મળ્યો, આર્યકુળ, દેવ-ગુરુ-ધર્મસ્થાનનો સંયોગ મળ્યો. પરંતુ હવે ધર્મની ગરજ, શુભભાવના, તત્ત્વરુચિ, આચારપાલન, વ્રતસ્વીકારાદિના પુરુષાર્થ વગર ઉન્નતિ ક્યાંથી ? મુસાફરને દિલ્હીની ટ્રેઇને અમદાવાદ સુધી લાવીને મૂક્યો. પરંતુ ત્યાં માણેકચોક કેવી રીતે જાય ? હવે પગે કે વાહનથી પહોંચવું જોઇએ. તેવી રીતે ચરમાવર્તમાં પુણ્ય કર્મ એકેન્દ્રિયપણામાંથી ઠેઠ ઉત્તમ માનવભવ, ધર્મસામગ્રીના સ્ટેશને લાવી મૂક્યો. છતાં હવે શું કરું ? પુણ્યોદય નથી, તો ધર્મ શી રીતે કરી શકું? આવો વિચાર એ મૂર્ખતા જ છે ને ? ધર્મ હવે પુરુષાર્થથી સાધવાનો. ભવ્ય તથા અભવ્યો બંને ચરમાવર્તકાળ સુધી પહોંચે, પરંતુ અભવ્યો પુલાનંદી કે ભવાભિનંદી હોઈ સ્વર્ગાદિ કામના સેવનારા તથા મોક્ષરુચિ ન હોવાથી તથા તે મોક્ષદ્વેષી હોઈ, મોક્ષે જઈ શકે જ નહિ. વિચિત્ર વાત તો એ છે કે ખુદ ભગવાનના સમવસરણમાં જઇને પોતે તો ઢોર-ઢાંકર હોય, તપશ્ચર્યાદિ મોઢામાં આંગળી નાંખીએ એવી કરે, નવગ્રેવેયક સુધી પહોંચી જાય પરંતુ દેશનાથી સંબોધી ન પામે; છતાં પણ પોતે એવો ઉપદેશ દે કે તીર્થંકરના બુઝેલા સંખ્યાતા
જ્યારે તેના બુઝેલા અસંખ્યાતા ! નવાઈ લાગે છે ને ? જેવી રીતે અભવ્યો કદાપિ મોલે ન જાય તેમ એવાં અસંખ્ય ભવ્યો છે જેમને સામગ્રી જ મળવાની નથી. તેઓ પણ તેના અભાવમાં મોક્ષે જઈ શકે નહિ. જેવી રીતે પવિત્ર વિધવા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org