________________
બહિરાત્માથી પરમાત્મા સુધી
૧૭૯
જ ધર્મને યાદ કરતાં નથી; પરંતુ સદાકાળને માટે ધર્મમય જીવન જીવતાં હોવાથી ધર્મ જ તેઓનું રક્ષણ કરે છે, તેઓ હાયવોય કરતાં નથી પરંતુ કર્માધીન સ્થિતિ સ્વીકારી ધર્મનું શરણ જ સ્વીકારતા હોય છે.
આવો જીવ આત્માને કાયા-માયા-ઇન્દ્રિયો-વિષય-કષાયાદિને હવાલે ન કરે. તેમને બધાંને આત્માની ચોકી નીચે રાખે. નમિ રાજર્ષિને ઇન્દ્રે બંગલા બંધાવવા, કોટ સમારવા વગેરે કહ્યું. નમિ રાજર્ષિએ કહ્યું કે ‘માર્ગમાં જે ઘર કરી બેસે તે ઠગાય છે.' કંકણોનો અવાજ શમી જતાં એકત્વ ભાવના અને પરમાત્મ દશામાં આવી ગયા. અત્રે આ લગની રહે છે, આત્માની ઉપરના કર્મના અને દોષના ભાર ઉતારું, ગુણસમૃદ્ધિ વધારું, આત્માનું પાપવીર્ય ઘટાડી ધર્મવીર્ય વધારું. ધર્મવીર્ય જે ઘણું છે તેને બહિરાત્મભાવે વધારી દીધું છે, આવરી દીધું છે. વાસનાઓ ઘટાડવાથી ધર્મવીર્ય વધતાં અંતરાત્મભાવ વિકસિત થતો રહે છે. ધર્મની વૃત્તિ-પ્રવૃત્તિ અગ્રતાપણે સહજ જેવી બનાવે છે. ક્ષમાદિ ધર્મો આત્મસાત્ થતાં સ્વભાવભૂત બને છે. સ્વરૂપરમણતા વધતી ચાલે છે. સંસારયાત્રામાં આ કાયામાં વસ્યા જે એક ધર્મશાળા છે, ભાડાની કોટડી છે જેમાં અંતિમ મુકામ માનવાનો નહિ; ગમે ત્યારે ખાલી કરવું પડે. નમિ રાજર્ષિ એ સમજ્યા હતા તેથી ઇન્દ્રની વાત ન સ્વીકારી. હવે આવો આત્માદષ્ટા બનતાં તારક દેવાધિદેવ અને સદ્ગુરુ ૫૨ અથાગ શ્રદ્ધા-પ્રીતિ-ભક્તિ આદરે છે. યોગની આઠ દૃષ્ટિમાંથી છઠ્ઠી કાન્તાસૃષ્ટિ સમકક્ષ અંતરાત્મદશાને બતાવી શકાય. ધર્મપુરુષાર્થ વધતો રહેતો, ધર્મવીર્ય વધતાં, અંતરાત્મભાવ વિકસિત બને છે.
હવે આવો જીવ પરમાત્મદશા તરફ આગેકૂચ કરે છે. અત્યાર સુધી ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ હતું તેમાંથી સામર્થ્યયોગ તરફનું વલણ વધે છે. અનુષ્ઠાનોમાં ત્રણ પ્રકારો પડે છે. વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ. અનુષ્ઠાનો સદ્ અને અસદ્ હોય છે. જે અનુષ્ઠાનો મોક્ષના ઉદ્દેશથી જ કરાતાં હોય તે સદ્ ગણાય. પરંતુ મોક્ષને બદલે લક્ષ્મી, વૈભવ, માનપાન, કીર્તિ વગેરે આ લોકના સુખની કામનાથી કરાતાં અનુષ્ઠાન શુદ્ધ અનુષ્ઠાન નથી, સદ્નુષ્ઠાન નથી, પણ વિષાનુષ્ઠાન છે. પરલોકના સ્વર્ગાદિ વિષય-સુખની સ્પૃહાથી કરાતું ગરાનુષ્ઠાન છે. ચિત્તોપયોગ વિના સંનિપાત-મૂર્ચ્યાદિમાં પડેલાની જેમ ચિત્તોપયોગ વગર કરાતી ધર્મક્રિયા સંમૂર્છિમ ક્રિયા યાને અનનુષ્ઠાન છે. જ્યારે સદઅનુષ્ઠાન કરવાના રાગથી, તાત્ત્વિક દેવપૂજાદિ આચારના ભાવ, બહુમાનથી કરાતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org