________________ 286 જૈન ધર્મના પુષ્પગુચ્છ છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયમાં અનંત જીવ છે અને બાદર સાધારણ વનસ્પતિકાયમાં પણ અનંત જીવ છે. આમાં સૂક્ષ્મ અને બાદર સાધારણ વનસ્પતિકાયના જીવો તે નિગોદના જીવો છે. સાધારણ વનસ્પતિકાય એવા નિગોદના જીવોને “અનંતકાય પણ કહે છે. નિરોદ્ર શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે અપાય છેઃ नि-नियतां, गां-भूमि-क्षेत्रं-निवासं, अनन्तानंत जीवानां ददाति इति निगोदः / નિ એટલે નિયત-નિશ્ચિત, અનંતપણું જેમનું નિશ્ચિત છે એવા જીવો, છે એટલે એક જ ક્ષેત્ર, નિવાસ, 2 એટલે રાતિ અર્થાત્ આપે છે. જે અનંત જીવોને એક જ નિવાસ આપે છે તે નિગોદ. निगोदशरीरं येषां ते निगोदशरीरा: / અર્થાત્ નિગોદ એ જ જેમનું શરીર છે તે નિગોદશરીરી કહેવાય છે. નિગોદ' શબ્દ સ્ત્રીલિંગમાં પ્રયોજાય છે. પ્રાકૃત-અર્ધમાગધીમાં , fણીય શબ્દ છે. જીવને નિગોદપણું “સાધારણ' નામના નામકર્મના ઉદયથી હોય છે. 'નિગોદ' શબ્દ તેના શરીર માટે પ્રયોજાય છે. તદુપરાંત “નિગોદ' શબ્દ તેમાં રહેલા પ્રત્યેક જીવ માટે પ્રયોજાય છે અને અનંત જીવના સમુદાય માટે પણ પ્રયોજાય છે. ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પૂછે છેઃ વિ aa અંતે ! fોવા પાળતા ? (ભગવાન, નિગોદ કેટલા પ્રકારના કહ્યા છે ?) ભગવાન કહે છે: યમાં સુવિ ળિો qUUUતા, તે નદી, તાવ, પિગીવા વા (હે ગૌતમ, નિગોદ બે પ્રકારના કહ્યા છે. જેમકે (1) નિગોદ (શરીર) અને (2) નિગોદ જીવ. સોયની અણી જેટલી જગ્યામાં અનંત જીવો રહેલા છે. સોયની અણી તો નજરે દેખાય છે. પણ એથી પણ અનેકગણી સૂક્ષ્મ જગ્યામાં નિગોદના અનંત જીવો રહેલા છે જે નજરે દેખી શકાતા નથી. સૂક્ષ્મદર્શક યંત્રથી પણ તે દેખી શકાય એમ નથી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org