________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૨૦૪
ફક્ત અઢી દ્વીપ સમુદ્રમાં જ મનુષ્યો અને તિર્યંચોની વસતી છે. તેની બહાર માત્ર તિર્યંચ ગતિના પશુપક્ષીઓ જ છે, ત્યાં મનુષ્યો નથી. જંબુદ્વીપ, ઘાતકી ખંડ અને અડધા પુષ્ક૨ાવર્ત દ્વીપમાં મનુષ્યોની વસતી છે. અત્રે ૧૫ કર્મભૂમિ+૩૦ અકર્મભૂમિ+૫૬ અંતરદ્વીપ એમ ૧૦૧ ક્ષેત્રો છે. છેલ્લો દ્વીપ ૧૦૨૪ યોજનના વિસ્તારવાળો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિચારતાં બધાં નિક્ષેપોની દૃષ્ટિથી સંપૂર્ણલોક ક્ષેત્ર જેને બ્રહ્માન્ડ કે Cosmos કહેવામાં આવે છે, જેમાં ૮૪ લાખ યોનિઓમાં ૪ ગતિ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીમાં ઘૂમવું પડે છે. અત્રે ધ્યાન રાખવાનું કે આ ૧૦૧ માંથી ફક્ત ૧૫ ક્ષેત્રોમાંથી જ તીર્થંક૨ થઈ શકાય છે.
સંસ્કૃત ભાષાના ‘સ્-ગૌ' ધાતુમાંથી સંસાર શબ્દ બનેલો છે. જેની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરતાં જણાય છે કે સતત-નિરંતર-અખંડપણે ગતિ ચાલતી જ રહે એનું નામ સંસાર. જેવી રીતે દોરીના બે છેડા છે તેમ આ સંસારનો એક છેડો જેનું નામ નિગોદ અને અંતિમ છેડો તે મોક્ષ. અહીં સુધી આત્માએ સરકાવનું છે. નિગોદના સૂક્ષ્મતમ ગોળામાં અનંતો કાળ વિતાવ્યો જ્યાં એક શ્વાસોશ્વાસ જેટલા સમયમાં ૧૭ાા જન્મ કરાય છે. એટલે કે એક શ્વાસોશ્વાસમાં ૧૭ાા ભવ થયા. અને અહીં આ રીતે અનંતોકાળ વ્યતીત થઈ ગયો. નિગોદમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિમાં પણ પરિભ્રમણ કરતાં જીવનો અનંતકાળ વીતી જાય છે. છેવટે ૧૪ રાજલોકમાં લોકાગ્રે (લોકાન્તે) ક્ષેત્રમાં અનંત સિદ્ધાત્માઓ વસે છે; જ્યાં ફક્ત ૪૫ લાખ યોજનના વિસ્તારવાળી સિદ્ધશિલાની ઉપર અનંત સિદ્ધાત્માઓ અશરીરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત બની સિદ્ધાત્માના સ્વરૂપે મોક્ષમાં રહે છે જે સ્થાન શિવં, અચલ, અનંત, અક્ષયં, અવ્યાબાધં, અપુનરાવૃત્તિમ્ છે.
ટુંકાણમાં અહીં સિદ્ધાત્માની સાદિ-અનંતની સ્થિતિ છે. શરૂઆતની અવસ્થાને એક દિવસ સંસારી આત્મા સંસારની સ્થિતિ સમાપ્ત કરી ત્યાં મોક્ષમાં કાયમ માટે સ્થિર રહે છે.
નિગોદાવસ્થામાં ભવ્ય જીવની સ્થિતિ અનાદિ સાંત હતી તેથી તેનો અંત આવી શકે છે, પરંતુ અભવ્ય, જાતિભવ્ય (દુર્વ્યવ્ય) જીવોની સ્થિતિ અનાદિ અનંત છે.
ભવ્ય જીવોની જ મોક્ષ મેળવવાની યોગ્યતા પૂરેપૂરી છે. આત્માના મૂળભૂત
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org