________________
૧ ૯૮
જૈન ધર્મના પુષ્પગુચ્છ જીવોના ભેદો સંક્ષેપમાં આમ બતાવી શકાય. દેવગતિના ૧૯૮+મનુષ્યગતિના ૩૦૩, તિર્યંચ ગતિના ૪૮ અને નરક ગતિના ૧૪ એમ કુલ ૫૬૩ ભેદો શાસ્ત્રમાં ગણાવ્યા છે. અત્રે નોંધીએ કે વૈદિક ધર્માવલંબીઓ પણ ૮૪ લાખ યોનિઓ સ્વીકારે છે, જેમકે ૮૪ લાખમેં ભટક્યો મેરા દિલ બેકરારી છે. ટૂંકમાં કષ એટલે સંસાર અને આય એટલે પ્રાપ્તિ. કષાયોથી ઘેરાયેલા જીવો સંસારી અને તેમાંથી મુક્ત તે મુક્ત જે મોક્ષપુરીમાં સદા માટે બિરાજે છે. યોગ્ય કહેવાયું છે કે “કષાયમુક્તિઃ કિલ મુક્તિરેવ'.
ઉપર જોયું તેમ કાર્મણ વર્ગણાના પુગલ પરમાણુઓને જીવ ખેંચે છે, આકર્ષે છે, પોતાની અંદર સમાવિષ્ટ કરે છે જે આશ્રવની પ્રક્રિયા છે. એમાં રાગ-દ્વેષની પ્રવૃત્તિ, ઇન્દ્રિયો, કષાયો, અવ્રત, યોગ, ક્રિયાઓ મુખ્ય કારણભૂત છે. આ આશ્રવ માર્ગે સર્વ પ્રથમ પ્રદેશ બંધ થાય છે. રાગ-દ્વેષના આધારે તેમાં રસ ઉમેરાય છે જેની સાથે કાર્મણ વર્ગણા ચોંટી જશે. વળી મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય, યોગાદિ હેતુઓ બંધ હેતુઓમાં ઘણો મોટો ભાગ ભજવે છે. આત્માનો જે જ્ઞાન-દર્શનાદિ ગુણાત્મક સ્વભાવ હતો તેના પર કર્માણુઓ છવાઇ જશે. પૂ. ચિરંતનાચાર્યજી પંચસૂત્રમાં જણાવે છે કે “અણાઈ જીવે, અણાઈ જીવસ્ય ભવે, અણાઈ કમ્ય સંજોગ નિવિત્તિએ.’ મુક્તિ મહેલમાં પ્રવેશેલો આત્મા મોક્ષે ગયેલો અનાદિ સાત્ત છે, જ્યારે સંસારી જીવો અનાદિ અનંત છે, જેનો અંત નથી તે અનંત. આ પ્રકારનો મુક્તિ પામેલા જીવનો તેથી કોઈ કર્તા નથી. કર્મ થકી સંસારી હતો. હવે તે ભાવ નિર્જરાદિથી મુક્તિ પામેલો હોઈ તેનો કર્તા કર્મ સિવાય કોઈ હોઈ શકે નહીં તેવો જૈન દર્શનનો સિદ્ધાન્ત તથા તત્ત્વજ્ઞાન છે. અનાદિ હોવાથી તેનો કોઈ કર્તા હોઈ શકે તેમ નથી. કેમકે પરસ્પરાદિ આશ્રિત એવાં દ્વન્દ્રો જેવાં કે રાત અને દિવસ, મરઘી અને ઇંડું, વૃક્ષ અને તેનું બીજ. કોણ પહેલું અને કોણ પછી તેનો નિશ્ચય કરવો અશક્ય છે; અસંભવિત છે. તેથી જૈનદર્શનમાં કર્મકૃત જીવનો સંસાર છે અને તે નષ્ટ થતાં તે આત્મા તેના પાસમાંથી મુક્ત થઈ મુક્તાત્મા કહેવડાવે છે. ઈશ્વર કત્વની માન્યતામાં ઘણી વિસંવાદિતા તથા દોષો રહેલાં છે. ઇશ્વરે સૃષ્ટિ શેમાંથી બનાવી ? ક્યાં રાખી હતી ? તેની સૃષ્ટિમાં અનેકાનેક વિષમતા તથા વૈવિધ્ય હોવાથી સર્વજ્ઞ, સર્વશક્તિમાન ઈશ્વરે આવી દર્યાઈ સૃષ્ટિ સર્જી તે માનવામાં ઈશ્વરના ઈશ્વરકત્વમાં દોષો, ઉણપો વગેરે હોવાથી ઈશ્વરને તે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org