________________
કર્કશ કષાયોનો કંકાશ
૧૩
દ્વેષની વાસનાનું પોષણ કરનારા ધર્માત્માઓ વર્ષોથી ધર્માત્મા ગણાવા છતાં પણ તેમનું ચિત્ત કષાયોથી વ્યાવૃત હોય છે. તેનું કારણ આમ છે કે મૈત્રી કરુણાદિના અભાવે દુર્ભાવ, દ્વેષ, નિંદા, ઇર્ષા, દોષદૃષ્ટિ વગેરે કષાયો મહાલતા રહે છે. ધર્મજનોએ કષાયો પર ખૂબ કાબુ રાખવો જોઇએ. તેમણે આમ વિચારવું જોઇએ કે ભલે બીજાની ભૂલ હોય, મારે કષાય કરીને માથા પર દંડ લેવાની મૂર્ખાઈ શા માટે કરવી ? બીજો સુધરે કે ન સુધરે પરંતુ પોતાના દ્વેષ-દુર્ભાવાદિથી એવા કુસંસ્કારના પોષણ અને થોકબંધ કર્મબંધરૂપી પારાવાર નુકસાન નફામાં મળે છે. તેથી બધી સારી આરાધનાદિમાં કષાયોની પરિણતિ તોડતા જવી જોઇએ; જેથી આરાધનાદિની મહેનત સફળ સાર્થક નીવડે તેવી થયેલી ગણાય, આત્માનું સાચું ઘડતર થાય. જો તેમ ન થાય તો મહાન નુકશાન છે. રષાયોની પરિણતિ કપાવા પર આત્માની પરિણતિ સુધરવાનો આધાર છે. આવી વૃત્તિથી કષાયકચરો સાફ થઈ શકે તેમ છે. અનુયોગદ્વાર સૂત્રમાં ભાવ આરાધના માટે છ વસ્તુની આવશ્યકતા કહી છે. ત્યાં આવશ્યક (પ્રતિક્રમણ)ની ક્રિયાને ઉદ્દેશીને કહ્યું છે કેઃ (૧) તચ્યિતે, (૨) તમ્મણે, (૩) તલેસ્સે, (૪) તદ્ જ્સવસાણઽવસિએ, (૫) તદઢોવઉત્તે અને (૬) તપ્પિયકરશે. કષાયોના પરિમાર્જન માટે આ ઉપયોગી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org