SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્રમાં ન પદનો મહિમા ૨૮૩ યોજાયાં છે, જેમ કે નમો સરિતા છે અને અરિહંત સાગર છે. શ્રી હરિભદ્રસૂરિએ નમસ્કારનો મહિમા સમજાવતાં “લલિત વિસ્તરા-ચૈત્યવંદનવૃત્તિમાં કહ્યું છેઃ एसो जणओ जणणी य एस एसो अकारणो बंधू । एसो मित्तं एसो परमुव्यारी नमुक्कारो ।। सेयाणं परं सेयं मंगलाणं च परमंगलं । पुन्नाणं परम पुन्नं फलं फलाणं परमरम्मं ।। [આ નમસ્કાર પિતા છે, માતા છે, અકારણ બંધુ છે, અને પરમ ઉપકારી મિત્ર છે. શ્રેયોમાં તે પરમ શ્રેય છે, માંગલિક વિશે પરમ મંગલ છે, પુણ્યોમાં તે પરમ પુણ્ય છે અને ફલોમાં તે પરમ રમ્ય છે.) બારાખડી-વર્ણમાળામાં લખાયેલા અક્ષર કરતાં શબ્દમાં વપરાયેલો અક્ષર વધુ સબળ બને છે. શબ્દકોશમાં રહેલા શબ્દ કરતાં વાક્યમાં વપરાયેલા શબ્દનું મૂલ્ય વધી જાય છે. એ જ શબ્દ મંત્રમાં જ્યારે પ્રયોજાય છે ત્યારે એની મહત્તા ઘણીબધી વધી જાય છે. વળી અન્ય મંત્ર કરતાં નવકારમંત્રમાં પ્રયોજાયેલો શબ્દ અતિશય મહિમાવંતો બની ગયો છે. નવકારમંત્રમાં નો શબ્દમાં માત્ર અક્ષર બે જ છે, પરંતુ મહર્ષિઓએ પોતાની દિવ્ય અનુભૂતિના આધારે એમાં કેટલું સામર્થ્ય રહેલું છે તે દર્શાવ્યું છે. શ્રી રત્નમંદિરમણિએ કહ્યું છે: मंत्र: पंचनमस्कार: कल्पकारस्कराधिकः । अस्ति प्रत्यक्षराष्टानोत्कृष्ट विद्यासहस्रकः ।। [ પંચ નમસ્કારમંત્ર કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવવાળો છે. એના પ્રત્યેક અક્ષર ઉપર એક હજાર અને આઠ મહાવિદ્યાઓ રહેલી છે. ] નવકારમંત્રમાં નમો પદના બે અક્ષરનો કેટલો બધો અચિંત્ય મહિમા છે તે સમજવા માટે આ એક જ વાત પૂરતી છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004578
Book TitleJain Dharmana Pushpaguchha
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy