________________
આત્મતત્વ
૨૦૧
છે, જેથી ભવપરંપરા વધે છે.
ઉપર આપણે જોયું કે જેનદર્શન આત્માને કર્તા તથા ભોકતા બંને સ્વરૂપે માને છે. આત્મા સ્વદેહ પરિમાણ છે. કીડીનો આત્મા કીડી જેટલો, હાથીનો હાથી જેટલો. આત્માનો ગુણધર્મ સંકોચ-વિકાસશીલ છે. તે અણુ જેટલો પણ હોઈ અને ૧૪ રાજલોક જેટલો વિસ્તરી શકે છે.
વાદિદેવસૂરિ મહારાજાએ પ્રમાણનય તત્ત્વાલોકમાં વિસ્તૃત રીતે ચર્ચા કરી છે. એક એક વિશેષણો અન્ય મતના ખંડન માટે અને સ્વમતની પુષ્ટિ માટે આપ્યાં છે. એવી રીતે અન્ય જૈન દાર્શનિક મહાપુરુષોમાં પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજ, પૂ. સિદ્ધસેન દિવાકર, પૂ. હરિભદ્રસૂરિ, પૂ. હેમચંદ્રાચાર્ય, પૂ. ઉપાધ્યાય યશોવિજયજી વાચક અને અનેક પૂજનીય, વંદનીય, આદરણીય મહાપુરુષોએ તાર્કિક અને દાર્શનિક પદ્ધતિએ પોતપોતાના ગ્રંથોમાં આત્માનું અભુત સ્વરૂપ વર્ણવ્યું છે.
દેહાત્મવાદ, ઈન્દ્રિયાત્મવાદ, મનોમયાત્મવાદ વગેરે અજ્ઞાનમૂલક પક્ષો કે વિચારધારાઓને માનવી એ મોટું મિથ્યાત્વ છે. કેન્દ્રિયભૂત એક માત્ર તત્ત્વ આત્મા છે. આત્માના કેન્દ્રમાં જ બધી પ્રવૃત્તિઓ થાય છે, વિકસે છે. જેવી રીતે વર્તેલમાં કેન્દ્રથી પરિઘ તરફ જતી બધી લીટીઓ એક સરખી છે તેવી રીતે આત્મા જ પ્રવૃત્તિઓનું કેન્દ્ર કે મધ્યબિંદુ થઈ શકે. કારણ કે ઉદાહરણ તરીકે પાંચ ઇન્દ્રિયો જેવી કે આંખ, કાન, નાક, જીભ, ત્વચા અને છઠું મન લઇએ તો આ બધી જ વસ્તુઓ એક મૃતશરીર, મડદામાં છે. તેની આંખ, કાન, નાક, ભાદિ આપણે પ્રત્યક્ષ જોઈ શકાય છે પણ તેમાંથી આત્મા ચાલી ગયો તેથી તે નિષ્ક્રિય થઈ ગઈ છે. ખરી રીતે વિચારતાં આંખ, કાન, નાક વગેરે જોતાં નથી, સાંભળતા નથી, ચાખતા નથી પણ તે દ્વારા આ કાર્ય નિષ્પન્ન થાય છે. જે એમાં દોરી સંચાર આત્માના હાથમાં છે. તેથી આમ કહેવું વધુ વાસ્તવિક છે કે આંખ, કાન, નાક જોતાં નથી, સાંભળતા નથી, સુંઘતા નથી પણ તે દ્વારા આ કાર્ય કરનાર જો કોઈ દ્રવ્ય હોય તો તે આત્મા જ છે. કેન્દ્રમાં જો આત્મા ન હોય તો આધાર વિનાના આ બધાનું અસ્તિત્વ જ ન રહે.આત્મા ન રહે તો કર્મ પણ ન રહે. કર્મ કોને બંધાય છે ? શરીરને કે મનને ? ન તો શરીરને અને ન તો મનને. કર્મ જડપુગલ પરમાણુરૂપ છે. શરીર જડ, ઇન્દ્રિયો જડ, મન પણ જડ. મન પણ આની જેમ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org