________________
૨૦૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ કલ્પસૂત્રમાં જેનો ઉલ્લેખ કરાયો છે તે પ્રસંગ ભગવાન મહાવીર સ્વામીના જન્મ વખતનો છે. ઈન્દ્ર પ્રભુને મેરુ પર્વત પર લઈ પાંચ રૂપ ધારણ કરી સ્નાત્રાભિષેક કરવાના મોટા કલશોમાંથી પાણી રેડાઈ રહ્યું છે ત્યારે ઇન્દ્રને શંકા થઈ કે નાનો બાળક આ કેવી રીતે સહન કરી શકશે ? ત્યારે ભગવાને પોતાની શક્તિ બતાવવા ડાબા પગનો અંગુઠો સિંહાસન પર દબાવ્યો ત્યારે સિંહાસન, શિલાપદ, સમસ્ત મેરૂ પર્વત આખો જંબુદ્વિપ કંપિત થઈ ગયો. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી ઈન્દ્ર સાચી પરિસ્થિતિ જાણી તથા પ્રભુની શક્તિના પરચાથી પશ્ચાત્તાપ કરી પ્રભુની માફી માંગી.
જીવાસ્તિકાય (આત્મા) રંગ વગરનો અરૂપી છે, શાશ્વત છે, તે દ્રવ્યથી જીવાસ્તિકાય, ગુણથી જીવાસ્તિકાય, ક્ષેત્રથી લોકપ્રમાણ છે. કાળથી શાશ્વત છે. ભાવથી રંગરહિત, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. અર્થાત્ અરૂપી (અવર્ણ) અગંધ, અરસ, અસ્પર્શ યુક્ત છે. ગુણથી ઉપયોગ ગુણ પ્રધાન છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વીરપ્રભુએ દેશના સમયે જણાવ્યું છે કે આત્મા પોતે જ સુખ-દુઃખનો કર્તા તથા નાશ કરનારો છે. પોતે જ પોતાનો મિત્ર-શત્રુ છે. આવી રીતે જીવાભિગમ, ભગવતીસૂત્ર, આચારાંગ, સ્થાનાંગાદિ આગમોમાં અનેક સ્થાને પ્રરૂપણા કરી છે. જિનાગમોના આધારે પૂર્વાચાર્યોએ અનેક પ્રકરણ ગ્રંથો, દર્શનશાસ્ત્રો રચી આત્મવિષયક ચર્ચા કરી છે.
જે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો કર્યા છે, તે જ કર્મોના ફળનો ભોકતા છે. કર્માનુસાર સ્વર્ગનરકાદિમાં પરિભ્રમણ કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોની સાધનાથી કર્મનો ક્ષય કરી મોક્ષ પામનાર છે તે જ આત્મા છે.
પદાર્થોનું ઉપરોક્ત સ્વરૂપ સર્વજ્ઞ કેવલી પરમાત્મા દ્વારા પ્રણીત છે. તેઓ તે બનાવવા નથી ગયા. પદાર્થોના ગુણધર્મો જેવાં હતાં તેવાં જ જ્ઞાન યોગમાં જોયા, જાણ્યા તેવાં વીતરાગ ભાવથી જ કહ્યા છે. કર્મો જીવની સાથેના સમાગમથી સંસારચક્રમાં ઘુમ્યા કરે છે તેથી ઇશ્વરને તે માટે જોડવાની જરૂર જ નથી. શા માટે વિપરિત માનવું ? રાગ-દ્વેષથી આપણે અન્યથા સમજીએ તો તેમાં આપણી મૂઢતા છે, મૂર્ખતા છે, મિથ્યાત્વ છે. તેથી સત્યની દિશામાં જવું, બુદ્ધિ ઠેકાણે રાખી, જ્ઞાન સાચું અને પાકું થાય એ જ સમગ્ર શ્રદ્ધાનો વિષય છે, સમકિત છે, સત્ય દર્શન છે, સાચું તત્વજ્ઞાન છે. માટે સાચી સમ્યમ્ શ્રદ્ધાથી આત્માને લાભાલાભ જ છે; તેથી ઉલટી મિથ્યા વિચારધારાથી આત્માને નુકસાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org