________________ 316 જૈન ધર્મના પુષ્પગુચ્છ (અથવા નીલ કે કાપોત લેશ્યાવાળો) જીવ અનત્તર ભવમાં–પછીના તરતના ભવમાં મનુષ્યગતિ પામી શકે છે, કેવળજ્ઞાન પામી શકે છે અને મોક્ષગતિ પામી સિદ્ધ પરમાત્મા થઈ શકે છે. એવા જીવોની તેવી ભવિતવ્યતા હોય છે. એમાં આગળ જતાં એમને શુકલ લેગ્યા સહાયભૂત થાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ શુકલ લેગ્યા હોય છે. લેશ્યા અને ધ્યાનનો વિચાર કરીએ તો આર્તધ્યાન વખતે કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે. રૌદ્રધ્યાન વખતે પણ એ જ ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે. પરંતુ તેનું પરિણમન વધારે તીવ્ર હોય છે. આર્તધ્યાન કરતાં રોદ્રધ્યાનમાં લેશ્યા અતિસંક્ષિપ્ત પરિણામવાળી હોય છે. ધર્મધ્યાનના સમયે તેજો, પધ અને શુકલ લેક્ષા હોય છે. શુકલધ્યાનના પહેલા બે પાયા (ચરણ)માં ફક્ત શુકલ લેગ્યા હોય છે, ત્રીજા ચરણમાં પરમ શુકલ લેગ્યા હોય છે અને ચોથા ચરણમાં જીવ લેશ્યાતીત હોય છે. લેશ્વાઓનું પરિણામન કેવા પ્રકારે થાય છે એ વિશે ભગવાને ગૌતમસ્વામીને કહ્યું છે કે “હે ગૌતમ! સર્વ વેશ્યાઓ ત્રણ પ્રકારે, નવ પ્રકારે, સત્તાવીસ પ્રકારે, એક્યાસી પ્રકારે, બસો તેતાલીસ પ્રકારે અથવા એથી પણ ઘણા બધા પ્રકારે પરિણામોમાં પરિણત થાય છે. કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને એના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણમન પામે છે. એવી જ રીતે બીજી લે શ્યાઓ પણ પરિણામન પામે છે. જેમ દૂધ મેળવણ (છાશ વગેરે ખટાશવાળું જામણ) પ્રાપ્ત કરીને પછી એના જ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને વારંવાર પ્રાપ્ત કરતું રહે છે અને પછી દૂધ દહીં થઈ જાય છે એ રીતે એક લશ્યામાંથી બીજી વેશ્યાનું પરિણમન થાય છે. આ પ્રકારના પરિણમનને વેશ્યાગતિ કહેવામાં આવે છે.” લેશ્યાનું પરિણમન કોઈ જડ વિભાજન જેવું નથી. એટલે કે એક વેશ્યા પૂરી થાય પછી જ બીજી વેશ્યા ચાલુ થાય એવું નથી. બે વેશ્યાઓના વારંવાર સંમિશ્રણથી એકમાંથી બીજીનું પરિણમન થાય છે. આ પરિણમન સતત ઉર્ધ્વગામી જ રહે અથવા સતત અધોગામી જ રહે અથવા છએ વેશ્યાએ આખું વર્તુળ પૂરું કરવાનું જ રહે એવું નથી. શુકલેશ્યાવાળો કૃષ્ણલેશ્યામાં પણ આવી જાય અને કુણાલેશ્યાવાળો શુકલલેશ્યામાં આવી જાય. આ પરિણામન માટે કોઈ કાળ નિશ્ચિત નથી. અંતમુહૂર્તમાં એકમાંથી બીજી લેગ્યામાં પરિણમન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org