________________
૧ ૧૬
જૈન ધર્મના પુષ્પગુચ્છ શકાય, આવી જાગૃકતા રાખવાથી આશ્રવ ઓછા રહે, સંવર તરફ જ નજર રહેતી હોવાથી નિર્જરા અને તે પણ દ્રવ્ય નિર્જરા નહીં પણ ભાવ નિર્જરા વધુમાં વધુ કરવી જ જોઇએ. આ રીતે પંથ કાપતા, અને આ બધું પીદ્ગલિક સુખ મેળવવા માટે નહીં પરંતુ ભવાભિનંદીપણાને સલામ ભરી ડગ ભરતાં ભરતાં પુણ્યાનુબંધી પુણ્ય થકી મહાવિદેહ ક્ષેત્રગામી થવાનું ભાથું ભેગું થઈ શકે છે. આ ચાર આરામાં બીજું કંઈ ન થઈ શકે તો આ દિશામાં પ્રયત્નશીલ થવાનો વિચાર થવો તે કંઈ સામાન્ય વાત નથી.
પરંતુ ધર્મનું રહસ્ય, તેનો મર્મ અને ધર્મ અને કર્મનો ભેદ સમજી લેવો જોઇએ. આ બંને શબ્દોમાં છેલ્લો અક્ષર સમાન છે; પરંતુ એક મોક્ષ તરફ જવાનો રસ્તો છે જ્યારે બીજો શબ્દ સંસારમાં બંધ કરે તેમ છે. આત્મા જ્યારે જ્યારે રાગ-દ્વેષાદિ તથા કષાયોથી કાર્મણ વર્ગણા ખેંચી પોતાની સાથે ચોંટાડી દે છે ત્યારે તે કર્મ બને છે. આગળ જોયું તે પ્રમાણે દ્રવ્ય નિર્જરા થોડી ઘણી ક્રિયા કરતાં થતી રહે, પણ તે એટલી ઉપયોગી નથી. ભાવ નિર્જરા જ વધુ પ્રમાણમાં થવી જોઇએ.
ધર્મ એટલે માત્ર ક્રિયાકાંડ નહીં, તત્ત્વોનું જે શુદ્ધ સ્વરૂપ છે, જે જ્ઞાન છે તેનું આચરણ, અમલીકરણ, ક્રિયાન્વિત કરવું એ ખરો ધર્મ છે. તેથી જ્ઞાનયોગમાં પદાર્થો જ્ઞાન સ્વરૂપે છે તે તે તત્ત્વોનું સમ્યગુજ્ઞાન થઈ ગયા પછી તેનું જ આચરણ કરવું, તેને અમલમાં મૂકી સક્રિય બનાવવું એનું નામ ધર્મ છે. પદાર્થ સ્વરૂપ જ્ઞાનયોગમાં જે Theoretical રહ્યું છે તેને જીવનમાં ઉતારી Practical સ્વરૂપમાં આચરણ કરી ચરિતાર્થ કરવું તેને ધર્મ કહેવાય. તેથી ધર્મ અને દર્શન છૂટાં પડે છે. દર્શન એટલે તત્ત્વજ્ઞાન. જે દર્શન પદાર્થોનું દાર્શનિક સ્વરૂપ શ્વકી કરે તે પ્રમાણે શેયરૂપ જાણ્યા પછી તેનું જીવનમાં આચરણ કરવું; ઉપાદેય બનાવીને ચરિતાર્થ કરવાની પ્રક્રિયાને ધર્મ કહેવામાં આવે છે.
હવે ઉપર જણાવેલી વસ્તુ વિગતવાર તપાસીએ. કહે છે કે ઇરિયાવહી જો દરરોજ ૧૦૮ વાર ગણાય તો વિશિષ્ટ પ્રકારનું ભાથું બંધાય છે. કેમકે તે દ્વારા ૧૮૨૪૧૨૦ જીવ વિરાહનાએ (વિરાધનાથી) થતી જીવોની હિંસાથી બચવા, મુક્ત રહેવા, સમજણ આપી છે. બીજું લોગસનો કાયોત્સર્ગ તલ્લીન, તદાકાર થઈ કરાય તો ૧૯૬૩૨૬૭ પલ્યોપમનું આયુષ્ય બંધાય. પુષ્ય સંચિત થાય. કેવું અને કેટલું પુણ્યાનુબંધી પુણ્ય સંચિત થાય પણ તે વઢમાણીએ, મેહાએ,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org