________________
રૂઢિબલીયાસી
૧ ૧ ૧ પાળે છે. આપણે તેમાંનું કશું શીખ્યા નહીં અને પ્રથમ કક્ષાની અશિસ્ત દષ્ટિગોચર થાય છે.
આ ત્રણ સુંદર ગાથાનો મર્મ તથા અર્થ સમજનારા કેટલાં ? ગતાનગતિક, ચીલાચાલુ પદ્ધતિએ આ થઈ રહ્યું છે. આ વિશાળ વર્ગમાંથી ગૌમાસિક, પાક્ષિક કે રાત-દિવસનું પ્રતિક્રમણ કરનારા તો આંગળીના વેઢે ગણાય એટલા જ છે. રાઈ તથા દેવસિક પ્રતિક્રમણ કરનારા ત્રણ ગાથાઓ બે વાર બોલે છે. સામાન્ય રીતે સંવત્સરી પ્રતિક્રમણ કરાય તે પહેલાં આચાર્ય ભગવંત કે તે સ્થાને બિરાજેલ અન્ય સાધુશિરોમણિ એકચિત્ત થયેલી મેદનીને જણાવે છે કે પ્રતિક્રમણ કરાય તે પૂર્વ મિચ્છામિ દુક્કડમ્ કરી લેવો તે વધારે યોગ્ય છે.
આ સંદર્ભમાં ક્ષમા માંગવાના બે ઐતિહાસિક-પૌરાણિક પ્રસંગો જોઇએ. પહેલો પ્રસંગ કાશી અને કોશલ નરેશનો છે. તે બેમાંથી એકે જે સુકૃત્યો કર્યા છે તેથી સમગ્ર પ્રજામાં તેઓ અત્યંત માનીતા થયા છે તે વસ્તુ બીજાને દુઃખતી હતી, સંતાપ આપતી હતી. તેતી ઇર્ષાવશ તેણે એવી ઘોષણા કરાવી કે તેના પ્રતિસ્પર્ધીનું મસ્તક મારા ચરણમાં જે રજૂ કરે તેને હું કૃતકૃત્ય કરી દઇશ. આથી તેવું કંઈ થઈ જાય તો તેની પ્રજા વિફરે તેમ હતું. તેથી તેણે સ્વેચ્છાએ દેશવટો સ્વીકારી લીધો. રાજા નગર છોડી ચાલી નીકળ્યા, તેણે એક દુઃખી માણસના દર્દને જાયું અને તે પ્રતિસ્પર્ધા રાજા પાસે જઈને કહ્યું કે જેની તમને શોધ છે તે વ્યક્તિ હું છું અને તે માટે જાહેર કરેલું ઈનામ-પારિતોષિક આને આપી દો. જ્યારે તેણે સાચી હકીકત જાણી ત્યારે તે ધન્ય દિવસ સંવત્સરી પ્રતિક્રમણનો હતો અને તેઓ તેના ચરણમાં શિર ઝુકાવી મિચ્છામિ દુક્કડં કહે છે. ગળગળા થઈ ચરણમાં શિર ઝુકાવેલું છે.
બીજો પ્રસંગ હિન્દુ (વૈષ્ણવ) દર્શનનો છે. તેમાં પણ બે ઋષિરો તે વસિષ્ઠ અને વિશ્વામિત્ર. વિશ્વામિત્રને વસિષ્ઠની પ્રસિદ્ધિ તથા પ્રશંસા ખુંચતી હતી. એકવાર વિશ્વામિત્ર તેનું કાસળ કાઢી નાંખવા તેની ઝૂંપડીએ જાય છે. બહાર ઊભા ઊભા પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલો સંવાદ સાંભળે છે. તેમાં વસિષ્ઠ તેમની પત્ની આગળ વિશ્વામિત્ર (વિશ્વના મિત્રોની પ્રશંસા કરતા હતા તથા ગુણગાન ગાઈ રહ્યા હતા. તે સાંભળી વિશ્વામિત્ર તેમને બ્રહ્મર્ષિ તરીકે નવાજે
જરા આ પ્રસંગને ઊંચા આકાશમાં જોઇએ વિવિધ તારાઝમખામાં એક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org