________________
યોગદષ્ટિમાં મિથ્યાત્વમોહનીય
૪૧ ન હોય, પરંતુ ગુણીનો પણ દ્રષ), આત્મતત્વનું અજ્ઞાન આ બધા બહિરાત્માના લક્ષણો છે. તત્ત્વશ્રદ્ધા, આત્મજ્ઞાન, મહાવ્રતોનું ધારણ, નિરતિચાર તેનું પાલન, અપ્રમાદ, આત્મજાગૃતિ, મોહનો જય (પરમાત્માને તેનો ક્ષય હોય) આ બધા અંતરાત્માના લક્ષણો છે. દૃષ્ટિના વિચારમાં મોહ કેન્દ્રસ્થાને છે. મોહનો ઉદય બહિરાત્મા ૧-૩ ગુણસ્થાનક, મોહ જય અંતરાત્મા ૪ થી ૧૨ ગુણસ્થાનક, મોહનો ક્ષય, પરમાત્મા ૧૩-૧૪ ગુણસ્થાનકમુનિ.
મિત્રાદિ ચાર દૃષ્ટિમાં ક્રમશઃ બહિરાત્મભાવ ઓછો થતો જાય છે. સંપૂર્ણ બહિરાત્મભાવનો નાશ તો પાંચમી દૃષ્ટિમાં (૪થું ગુણસ્થાનક) જ થાય. ૪થે મિથ્યાત્વ જાય; પગે અવિરતિ જાય, છઠું સંપૂર્ણપણે અવિરતિ જાય, ૭મે પ્રમાદ જાય, ૧૨મે કષાય+મોહ જાય (અંતરાત્મદશા), ૧૩મે અજ્ઞાન જાય, ૧૪મે યોગ જાય (પરમાત્મ દશા). સાધનાનો પ્રારંભ ઓઘદૃષ્ટિ વિલીન થતાં ૪થા ગુણસ્થાનકથી થાય એટલે કે પાંચમી દૃષ્ટિથી થાય. કાન્તાદષ્ટિ થતાં ચર્મચક્ષુ ઉઘડી ધ્યેય તરફની ગતિ ત્વરિત થતી રહે. ઓઘદૃષ્ટિ એટલે દોષોનું પ્રાચર્ય, દોષોનો અનુબંધ એટલે સંસાર. સંસારમાં અંધ અને આસક્ત થયેલા આપણી એ દોષ જોવાની દૃષ્ટિ નષ્ટ થઈ છે. ગુણોનો અનુબંધ એટલે મોક્ષ. જેમ જેમ એક પછી એક દૃષ્ટિ વિકસિત થતી જાય તેમ તેમ ગુણોના પ્રાચાર્ય દ્વારા મોક નજીદીક ચાલ્યો આવે.
ઓધ અને પ્રથમ દૃષ્ટિમાં મોહવૃક્ષના મૂળીયાં વિષય-કષાય પર ટકેલાં છે માટે તેના પરનો વૈરાગ્ય પ્રથમ જોઇએ. તીવ્ર મોહ અને અજ્ઞાનના કારણે જ નિગોદના જીવો ત્યાં પડેલા છે. ત્યાં હિંસાદિમાંનું દેખાતું કોઈ પાપ નથી. મોહનું મૂળ મિથ્યાત્વ છે, તેનો જય સમ્યકત્વથી થાય છે. વિષયકષાય એ સંસારનું મૂળ છે. તેથી કહ્યું છે કે કષાયમુક્તિઃ કિલ મુક્તિરેવ. ઓઘદૃષ્ટિમાંથી યોગદષ્ટિમાં જવા માટે ઉત્તરોત્તર આત્મગુણોની વૃદ્ધિ માટે સુપુરુષાર્થ કરી પરાદષ્ટિએ પહોંચી મોક્ષલક્ષ્મીને વરી લાવવાની છે. સુજ્ઞ જનોનો પુરુષાર્થ આ દિશામાં થાય તેવી અભિલાષા.
આટલું વિચારણીય તત્ત્વ નોંધી કે સમ્યકત્વ અને જ્ઞાન જીવની સાથે ભવાંતરમાં સાથે આવે છે નહીં. ચારિત્ર મોહનીયની સાત પ્રકૃતિઓ જાય કે તેનો ક્ષયોપશમ થાય ત્યારે જ આત્માનું સાચું સ્વરૂપ દેખાય; તથા તેમાં પણ પરમકૃપાળુની કૃપા હોવી જોઇએ. મિથ્યાત્વ ગુણસ્થાનક સાચાથમાં અપુનબંધક (મૈત્રી દષ્ટિ)માં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org