________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ ઘટે. ગુણનું સ્થાનક તે ગુણસ્થાનક. ઓઘથી મિથ્યાત્વગુણસ્થાનક એકેન્દ્રિયને પણ છે તેમ આપણને પણ હોય તો શો ફરક પડ્યો ? ગ્રંથિની નજીક લાવનાર ચાર દૃષ્ટિઓ તે મિત્રા, તારા, બલા, દિપ્રા. સમ્યગ્દર્શનની પૂર્વભૂમિકારૂપે આ ચાર દૃષ્ટિઓ છે.
જેમ જેમ દૃષ્ટિમાં વિકાસ થતો જાય તેમ તેમ સમ્યગ્દર્શનની નજીક જતા જવાય. જીવનને બદલાવી દે એ જ સાચું જ્ઞાન પ્રવર્તક જ્ઞાન. મિત્રાદષ્ટિનું પ્રથમ લક્ષણ આમ છે “જિનેષુ કુશલ ચિત્તમ”. અત્યાર સુધી જે પ્રેમનો પ્રવાહ +કંચન અને કામિની પ્રત્યે હતો તે હવે ભગવાન તરફ વહેવા માંડે છે. પ્રથમ લક્ષણ જે ઉપર બતાવ્યું તે મન; “તન્નમસ્કાર એવં ચ-વચનઃ પ્રણામાદિ ચ સંશુદ્ધમ્ કાયા, યોગબીજમનુત્તમમ્” આ મિત્રા દૃષ્ટિના લક્ષણો છે. યશોવિજયજી મહારાજાએ ગુજરાતીમાં આઠ દષ્ટિ વિષયક સક્ઝાય રચી છે.
મોહની જેટલી પ્રબળતા વધુ તેટલી બીજી બધી જ અશુભ પ્રવૃતિઓ જોરદાર. ઓછી હોય તે વધુ અશુભ બને, વધુ ઘટ્ટ બને. અરિહંતાદિની આશાતનાથી મોહનીય કર્મ બંધાય. મોહનીયનું પાપ હિંસાથી પણ વધુ છે. આજ્ઞાભંગનું પાપ સૌથી મોટું. મોહનું કામ આજ્ઞાભંગ કરાવવાનું છે. મિથ્યાત્વ વિના આજ્ઞાભંગ થઈ ન શકે. સૃષ્ટિ બદલાતી નથી. દૃષ્ટિ બદલાય છે. દૃષ્ટિ પૂર્ણ બને, સમ્યમ્ બને ત્યારે જગત સમ્યમ્ દેખાય. દષ્ટિ એટલે શ્રદ્ધાયુક્ત જ્ઞાન. પહેલી દૃષ્ટિથી સંસારના વિષયો વિષ્ઠા જેવા લાગે. આ પ્રથમ દૃષ્ટિનો ગુણ છે.
પ્રથમ દૃષ્ટિનો જ્ઞાનપ્રકાશ તણખલાના અગ્નિ જેવો છે જે સળગીને તરત જ શાંત થઈ જાય, ઓલવાઈ જાય. અહીં જે આત્મિક આનંદની ઝલક ક્યારેક આવે તે વધુ પડતી નથી, વીજળી વેગે ચાલી જાય પણ ફરી તે મેળવવા અદમ્ય લાલસા મૂકતી જાય છે. મોક્ષ તરફનું પ્રયાણ વાસ્તવિક ઢબે અહીંથી શરૂ થાય છે. બીજી દૃષ્ટિમાં બોધ ગોમયના અગ્નિના કણ જેવો હોય છે. છાણના કણની જેમ ગરમીમાં વધતો જાય છે, થોડો વખત ટકે તેવો બોધ અત્રે હોય છે. ત્રીજી બલાદષ્ટિમાં ગ્રંથીભેદની નજીક જીવ આવી ગયો હોય છે. અહીં બોધ કાષ્ઠ અગ્નિના કણ જેવો છે જે છાણાં કરતાં વિશેષ હોય છે. મિથ્યાજ્ઞાન હોવા છતાં પણ જીવ સમ્યમ્ બોધની નજીક આવી જાય છે. ચોથી દીપ્રા દૃષ્ટિમાં બોધ દીપ પ્રભા જેવો હોય છે. પ્રથમ ત્રણમાં તૃણ, ગોમય, કાષ્ઠાગ્નિ કરતાં વિશેષ બોધ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org