________________ 320 જૈન ધર્મના પુષ્પગુચ્છ આપણે સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરીએ છીએ ત્યારે મુહપત્તિના પડિલેહણમાં મસ્તકે મુહપત્તિ રાખી અશુભ લેશ્યા પરિહરવાની ક્રિયા કરીએ છીએ. ભગવાન મહાવીર સ્વામીએ “ઉત્તરાધ્યનસૂત્ર'માં કહ્યું છે: तम्हा एयासि लेसाणं, अणुभावे वियाणिया / अपसत्थाओ वज्जित्ता पसत्थाओ अहिट्ठिए मुणि // આમ, આ વેશ્યાઓના અનુભવો જાણીને મુનિએ અપ્રશસ્ત લેશ્યાઓ છોડીને પ્રશસ્ત લેયાઓમાં અવસ્થિત રહેવું. ભગવાને મુનિઓને જે બોધ આપ્યો છે તે ગૃહસ્થોએ પણ ગ્રહણ કરવા યોગ્ય છે. એક વખત લેશ્યા વિશે સમજ પડે અને એ વિશે સભાનતા આવે તો અશુભ લેગ્યામાં સરી ન પડવું અને સરી પડાય તો તરત શુભ લેશ્યામાં આવી જવું જોઇએ. લેશ્યા એ જીવને મોક્ષગતિ સુધી પહોંચાડનાર એક વિશિષ્ટ શક્તિ છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org