________________
૧ ૨ ૨.
જૈન ધર્મના પુષ્પગુચ્છ પાર્શ્વનાથનો જૂવ પહેલા મરુ ભૂમિના ભવે સમ્યકત્વ પામી ૧૦મા પાર્શ્વનાતના ભવે મોક્ષે પધાર્યા, ભગવાન મહાવીર સ્વામી પહેલા નયસારના ભવે સમ્યકત્વ પામી ૨૭મા ભવે મોક્ષે સીધાવ્યા. પરંતુ તીર્થકરો કે કોઇ પણ જીવના નિગોદથી માંડી મોક્ષે જવાના ભવો અનંત જ છે. તેથી નિગોદ એ જીવ માટેનો એક છેડો અને તેની સામેનો છેડો તે મોક્ષ.
પૂજ્ય વીરવિજયજી મહારાજ સ્નાત્રપૂજાની ઢાળમાં જણાવે છે કે જીવ સમ્યકત્વ પામીને જ આગળ કૂચ કરે છે. વોરાસ્થાનકની આરાધના કરી મનમાં જગતના સર્વ જીવોના કલ્યાણની ભાવદયા ચિંતવી આ આરાધનાના બળે તીર્થકર નામકર્મ નિકાચિત કરે છે, ઉપાર્જિત કરે છે. જેવી રીતે નમસ્કાર મહામંત્રના નવ પદો છે તેમ વીસસ્થાનકનાં ૨૦ પદો છે. ત્રેસઠ શલાકા પુરુષચરિત્ર મહાગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વીસ પદની આરાધના કરી તીર્થકર નામકર્મ નિકાચિત કરવાનું ફરમાવે છે. બીજી તરફ આ ૨૦ પદોમાંથી કોઇપણ એક પદની સુચારુ-શ્રદ્ધાપૂર્વક આરાધના કરી, તીર્થકર નામકર્મ ઉપાર્જિત કરી, અરિહંત થઈ મોક્ષે ઘણાં ગયાં છે. શ્રી લક્ષ્મણસૂરિએ વીસસ્થાનક પૂજામાં એક એક પદની આરાધના કરી કોણ કોણ મોક્ષે ગયા તેની નામાવલિ આમ જણાવી છે:
(૧) પહેલા પદની આરાધના કરી દેવપાલ રાજા તીર્થંકર નામકર્મ બાંધે છે. (૨) બીજા પદની આરાધના કરી હરિતપાલ રાજા તીર્થંકર નામકર્મ બાંધે છે. (૩) ત્રીજા પદની આરાધના કરી જિનદત્ત શેઠ તીર્થંકર નામકર્મ બાંધે છે. (૪) ચોથા આચાર્ય પદની આરાધના કરી પુરુષોત્તમ રાજા તીર્થકર નામકર્મ બાંધે છે. (૫) પાંચમા સ્થવીર પદની આરાધના કરી પદમોત્તર રાજા તીર્થકર નામકર્મ બાંધે છે. (૬) ઉપાધ્યાય પદની આરાધના કરી મહેન્દ્રપાલ તીર્થકર નામકર્મ બાંધે છે. (૭) સાધુદની આરાધના કરી વીરભદ્ર તીર્થકર નામકર્મ બાંધે છે. (૮) જ્ઞાનપદની આરાધના કરી જયન્ત દેવ તીર્થકર નામકર્મ બાંધે છે. (૯) સમ્યગદર્શન પદની આરાધના કરી હરિ વિક્રમરાજા તીર્થંકર નામકર્મ બાંધે છે. (૧૦) વિનયપદની આરાધના કરી ધનશેઠ તીર્થંકર નામકર્મ બાંધે છે. (૧૧) ચારિત્ર (આવશ્યક) પદની આરાધના કરી અરુણદેવ તીર્થકર નામકર્મ બાંધે છે. (૧૨) બ્રહ્મચર્યપદની આરાધના કરી ચન્દ્રવમાં તીર્થંકર નામકર્મ બાંધે છે. (૧૩) ક્રિયાપદની આરાધના કરી હરિવહન તીર્થકર નામકર્મ બાંધે છે. (૧૪) તપપદની
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org