________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ તેઓ વ્યવહારમાં સાધુ શ્રાવકો દેખાય છતાં પણ મિથ્યાત્વ ગુણસ્થાનથી ઊંચે ચડ્યા હોતા નથી. તેમને આંતરિક શ્રદ્ધા હોતી નથી.
અંગારમદકાચાર્ય સ્વયં અભવ્ય હોવા છતાં ઉપદેશથી એ દીપક સમ્યકત્વી કહેવાતા હતા.
મિથ્યાત્વ મોહનીયની ૨૮ પ્રકૃતિઓનો જેઓએ સમૂળો ક્ષય, નાશ ર્યો છે અથવા દર્શનમોહનીયની સાતે પ્રકૃતિઓ ઉપશમિત અને ક્ષય કર્યો છે જે ક્યારે પણ સત્તામાંથી ઉદિત થનારી નથી તે સ્થિતિને ક્ષાયિક સમ્યક્ત કહેવાય, જે ભવ દરમ્યાન એક જ વાર પ્રાપ્ત થાય છે. શ્રેણિક મહારાજા જેઓ ૫૦ વર્ષ સુધી બુદ્ધના અનુયાયી બોદ્ધ હતા તેઓ જ્યારે અનાથમુનિના સંપર્કમાં આવ્યા ત્યારબાદ તેમણે સમકિત અને તે પણ સાયિક કરવામાં માર્ગારૂઢ થયા એટલે કે જેઓ આધેડ વયે સમકિતી થયા તેઓ ક્ષાયિક થયા; પરંતુ મૃત્યુ પહેલાં બીજા જન્મના આયુષ્ય અને ગતિ નિર્માણ કરી ચૂક્યા હતા. તેઓ નરકનું આયુષ્ય ભોગવી તે પૂર્ણ થતાં આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર પાનાભ થશે.
વેદક સમ્યકત્વ ક્ષયોપશમ સમકિતથી આગળ વધતાં અને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થતાં પહેલાં ફક્ત એક સમયે વેદક સમકિતની પ્રાપ્તિ થાય છે. ક્ષયોપશમ સમકિતનો મોહનીયનો છેલ્લો હિસ્સો જે સમયે વેદીને ખપાવાય તે સમયે વેદક સમકિત હોય. આ જીવને એક જ વાર આવે છે કેમકે તેને પામેલો જીવ તત્પણ અને નિશ્ચિતપણે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. વેદક સમકિતની સ્થિતિ ફક્ત એક સમયની છે. તેથી વેદક સમ્યકત્વના બીજા સમયે ક્ષાયિક સમ્યકત્વ જરૂર મેળવી લે છે.
ટુંકાણમાં સમજવું કે સ્વીકારવું પડશે કે અનંતાનંત કાળથી જે ચોકડીએ આત્માને બાંધી રાખ્યો છે તે ચોકડી એટલે કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભને દૂર કર્યા વગર, તેને નષ્ટ કર્યા વગર મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીયનું બળ મંદ પડતું નથી અને તે આત્માને આગળ ને આગળ વિકાસના પંથે પ્રયાણ કરવામાં અવરોધરૂપ છે, જેથી ઢંકાઈ ગયેલા આત્મગુણોનો અનુભવ કે પ્રભાવ માલમ પડતો નથી. તેથી તો ૧૪ પગથિયાની સીડી ઉપર ચઢતાં ચઢતાં ધીરે ધીરે ૧૧-૧૨ સુધી તો મિથ્યાત્વને મંદ, મંદતર, મંદતમ કરી ક્ષય કે નષ્ટ કરવું જ રહ્યું. પ્રતિક્રમણ તથા સામાયિક લેતાં મુહપત્તિનું પડિલેહણ કરતાં મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય, સમ્યકત્વ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org