________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ આચાર્ય મહારાજમાં આ આઠ સંપદા ઉપરાંત ચાર પ્રકારનો વિનય હોવો જોઇએઃ (૧) આચાર વિનય–એટલે સ્વયં સંયમનું પાલન કરે અને શિષ્યો પાસે કરાવે. જેઓ સમય સારી રીતે પાળતા હોય તેમની અનુમોદના કરે. તપવિનય એટલે આચાર્ય મહારાજ પોતે તપ કરે અને શિષ્યો પાસે તપ કરાવે, તપ માટે પ્રોત્સાહિત કરે અને તપની અનુમોદના કરે. ગણવિહરણ એટલે પોતાના ગણમાં, સમુદાયમાં રહેલા બાલ, વૃદ્ધ, રોગી સાધુઓની ઉચિત વ્યવસ્થા કરાવે; સારણા-વારણાદિ દ્વારા ગણને સુરક્ષિત રાખે. શિષ્યોને સંયમ, તપ, ગોચરી, વિહાર વગેરે વિશે યોગ્ય શિખામણ આપી તૈયાર કરે.
૨. શ્રુતવિનય–આચાર્ય શિષ્યોને સૂત્ર ભણાવે અથવા ભણવાની વ્યવસ્થા કરાવે; સૂત્રોના અર્થ, ઊંડા રહસ્ય નય-નિક્ષેપથી સમજાવે, શિષ્યને માટે જે હિતકર હોય તેવા ગ્રંથો તેને આપે અને ભણાવે, અને નિઃશેષ વાચના આપે એટલે કે ગ્રંથનું અધ્યયન અધવચ્ચેથી ન છોડી દેતાં પૂર્ણ કરાવે.
૩. વિશેષણવિનય–આચાર્ય પોતે મિથ્યાષ્ટિને સમ્યગુદષ્ટિ બનાવે, એ માટે ઉપદેશ અને પ્રેરણા આપે, સમ્યગુદષ્ટિ જીવને સાધુપણા સુધી પહોંચાડે, અસ્થિરને સ્થિર કરે, અને જે સ્થિર હોય એમનામાં અતિચારના દોષ ન લાગે તથા તેઓ સંયમમાં વૃદ્ધિ પામે એ માટે પ્રયત્નશીલ રહે.
૪. દોષનિર્ધાનતા વિનય–આ વિનય એટલે દોષોને દૂર કરવા અને ગુણોને પ્રગટાવવા. આચાર્ય મહારાજ ક્રોધી સ્વભાવવાળાના ક્રોધને દૂર કરાવે. તેઓ માન-માયા વગેરે કષાયોને પણ દૂર કરાવે; શિષ્યોની શંકા-કુશંકા દૂર કરે અને તેઓને કદાચ બીજાના મતમાં જવા માટે આકાંક્ષા થાય ત્યારે તેવું વાત્સલ્યપૂર્વક સમાધાન કરાવી તેને સ્થિર કરે અને તેની શ્રદ્ધા વધે, વૈરાગ્ય વધે એ માટે ઉપાયો યોજે. વળી આચાર્ય પોતે પોતાની જાતનું અવલોકન કરતા રહે અને પોતાનામાં સ્કૂલ કે સૂક્ષ્મ દોષો રહેલા જણાય તો તે દૂર કરવાનો પુરુષાર્થ કરે.
આમ આઠ સંપદાના બત્રીસ પ્રકાર તથા ચાર પ્રકારનો વિનય એમ મળીને ૩૬ ગુણ આચાર્યના ગણાવવામાં આવે છે.
નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠીના કુલ ૧૦૮ ગુણ ગણાવવામાં આવે છે એમાં આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ બતાવવામાં આવ્યા છે. આ છત્રીસનો આંકડો જ મુખ્ય છે. પરંતુ આ છત્રીસ ગુણ તે કયા કયા એનો જ્યારે વિચાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org