________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
અર્થ થાય છે.
પ્રતિમા એટલે નિયમ, અભિગ્રહ, પ્રતિજ્ઞા એવો અર્થ પણ કરવામાં આવે છે. સાધકે એક પછી એક અભિગ્રહ ધારણ કરીને ઉપર-ઉપરની દશામાં સ્થિર થવાનું હોય છે.
‘પ્રતિમા’ની વ્યાખ્યા કરતાં શ્રી બનારસીદાસે ‘નાટક સમયસાર’માં કહ્યું
268
છેઃ
સંયમ અંશ જગ્યો જહાં, ભોગ અરુચિ પરિણામ;
ઉદય પ્રતિજ્ઞા કો ભયો, પ્રતિમા તાકો નામ.
[સાધકના હૃદયમાં સંયમ ધારણ કરવાનો ભાવ જાગ્યો હોય, ભોગ પ્રત્યે અરુચિ, ઉદાસીનતા થવા લાગી હોય અને તે માટે તેને અનુરૂપ પ્રતિજ્ઞા લેવાના ભાવનો ઉદય થયો હોય તો તેને ‘પ્રતિમા’ કહેવામાં આવે છે.] શ્રી સમન્તભદ્રાચાર્યે ‘રત્નકાંડ શ્રાવકાચાર’માં પ્રતિમાને બદલે ‘પદ’ શબ્દ પ્રયોજ્યો છે. જુઓઃ
श्रावकापदानिदेवैकादश देशितानि चेषु खलु । स्वगुणाः पूर्वगुणैः सह संतिष्ठन्ते क्रमविवृद्धा ॥
[ભગવાન સર્વજ્ઞ દેવે શ્રાવકનાં અગિયાર પદો કહ્યાં છે. પૂર્વ પદોના ગુણો સહિત તે પોતાના ગુણો સાથે અનુક્રમે વૃદ્ધિ પામતાં રહે છે.] અહીં પદ એટલે પગલું, પગથિયું, ઉપર ચડવાનો, આગળ વધવાનો ક્રમ એવો અર્થ લેવાનો છે.
શ્રાવકને શ્રમણોપાસક કહેવામાં આવે છે. તે પોતાના સંજોગને કારણે સ્વયં દીક્ષિત થઇને શ્રમણ થઈ શકતો નથી, પણ તે ઘરે રહીને અથવા ઉપાશ્રયમાં રહીને શ્રમણ જેવી ઉપાસના કરી શકે છે. વળી તે શ્રમણની નજીક રહી તેમની વૈયાવચ્ચ કરે છે. શ્રમણોપાસકે કેવું જીવન જીવવાનું હોય છે તે આગમોમાં બતાવ્યું છે. એટલે શ્રમણોપાસક શ્રાવક જે પ્રતિમા ધારણ કરે છે તેને ‘ઉપાસક-પ્રતિમા' (વાસાડિમા) કહેવામાં આવે છે. શ્રમણોપાસકના આધ્યાત્મિક વિકાસના તબક્કાઓ ‘ઉપાસક પ્રતિમા’ તરીકે ઓળખાય છે.
શ્રાવકની પ્રતિમાની વાત આગમોમાં આવે છે. ‘ઉપાસકદશાંગસૂત્ર'માં આનંદ શ્રાવકના અધિકારમાં એવું નિરૂપણ છે કે એમણે ‘ઉપાસક પ્રતિમા' ધારણ કરી હતી અને તેઓ છેલ્લી અગિયારમી પ્રતિમા સુધી પહોંચી ગયા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org