________________
૧૧૪
જૈન ધર્મના પુષ્પગુચ્છ ફરીથી તેવું નહીં થાય તેમ છતાં તે કામ કે ક્રિયા અગણિત વાર કર્યા કરી કરી ? જરા પમ આત્મસંવેદના કરી ખરી ? ફરીથી નહીં થાય તે માટે જરાપણ કાળજી રાખી ખરી ? કે ઘાંચીના બળદની જેમ હતા ત્યાં ને ત્યાં કે આખી રાજ હલેસાં માર્યા પછી બીજા કાંઠાને બદલે ત્યાંના ત્યાં જ છીએ તેની ખબર પડી કેમકે લંગર જ છોડ્યું ન હતું ને ?
ધર્મ તો ઘણો જ કર્યો તેવો સંતોષ થયા જ કરે છે. પદગલિક સુક–સાહ્યબી તથા ભવાભિનંદી હોઈ ધર્મ કરવામાં સંતોષ વ્યક્ત કર્યો અને દુનિયાની સામગ્રી વગેરે એકત્રિત કરવામાં અસંતોષ જ રાખ્યા કર્યો. છતાં પણ મોક્ષ કેમ સો ગાઉ દૂર રહ્યો તેની ખબર જ ન પડી. ઉપર ગણાવેલી ધાર્મિક ક્રિયા કે અનુષ્ઠાનાદિ જેવાં કે ભગવાનની પૂજા, દાન, સામાયિક, કાયોત્સર્ગ તપાદિ અનુષ્ઠાનો, વ્રત, નિયમ, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ વિવિધ પ્રકારના તપો, સ્વાધ્યાયાદિ અસંખ્ય ધાર્મિક ગણાવાય તેવો ક્રિયાકલાપ કરે રાખ્યો પણ આટલું ધ્યાનમાં ન રહ્યું કે મિથ્યાત્વને તિલાંજલી નથી આપી, ભવાભિનંદીપણું હજુ વળગી રહ્યું છે. સામાયિકાદિ કર્યું પણ સમતા અને તેના પરિપાકરૂપે સમકિત માઇલોના માઇલો દૂર રહ્યું કારણ કે સમકિત રૂપી એકડો જ આ બધાંની આગળ ન હતો તેનું ભાન જ ન રહ્યું. દાન તો દીધું નહીં ને મોક્ષની અભિલાષા સેવ્યા જ કરી. એકડા વગર અસંખ્ય મીંડા એકત્રિત થયાં અને તેનું ફળ શુન્ય જ મળ્યું ! આને લીધે અનંતાનંત પુદ્ગલ પરાવર્તે વ્યતીત થઈ ગયા. અનંતાનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓ તે દરમ્યાન થઈ ગઈ. અનાદિ અનંત સંસ્કાર પ્રવાહમાં શરૂઆતથી તે આજસુધી તેમાં તણાતાં જ રહ્યા અને તેથી બેડો પાર ન થયો.
જાગ્યા ત્યારથી સવાર એ ઉક્તિને સાર્થક કરવા હવેથી જે કંઈ ક્રિયા-કલાપો કરીએ તે સમકિત મેળવવા. મળ્યું હોય તો તે ચાલી ન જાય (કેમ કે ભવ્ય જીવો પણ મિથ્યાત્વી હોઈ શકે છે), મળ્યું હોય તેને સુદઢ બનાવવા પ્રયત્નશીલ રહેવું જોઇએ કેમકે જો સમકિત એકવાર પણ સ્પર્શી જાય તો શાસ્ત્ર એવું આશ્વાસન આપ્યું છે કે તે દ્વારા પરિત્તસંસારી થવાય એટલે કે અર્ધપગલાવર્તથી થોડા પલ્યોપમ ન્યૂન સમયમાં મોક્ષ સુનિશ્ચિત બને છે.
ભરતાદિ ક્ષેત્રોમાં અત્યારે પાંચમો આરો ચાલી રહ્યો છે. તે પછી છઠ્ઠો આરો જે ૪૨૦૦૦ વર્ષનો હશે. તે પછી ઉત્સર્પિણીનો પ્રથમ તથા બીજો આરો પણ તેટલાં જ ૪૨૦૦૦ વર્ષનો હશે અને શાસ્ત્રાનુસાર તે દરમિયાન ધર્મ તો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org