________________ લેશ્યા 309 एवं सत्तेवि पुढवीओ नेयव्वाओ णावत्तं लेसासु / काऊ य दोसु तइवाए मीसिया नीलिया चउत्थीए / .. पंचमियाए मीसा कण्हा तत्तो परम कण्हा / / પહેલી રત્નપ્રભા નારકીમાં તથા બીજી શર્કરામભા નારકીમાં એક કાપો લેશ્યા હોય છે. ત્રીજી વાલુકાપ્રભા નારકીના જીવોમાં કાપોત અને નીલ લેશ્યા હોય છે. ચોથી પંકપ્રભા નારકીના જીવોમાં એક નીલ લેશ્યા હોય છે. પાંચમી ધૂમપ્રભા નારકીમાં નીલ અને કૃષ્ણ લેશ્યા હોય છે. છઠી તમ પ્રભા નારકીમાં એક કૃષ્ણ વેશ્યા હોય છે અને સાતમી તમતમા પ્રભા નારકીમાં પરમ કૃષ્ણ વેશ્યા હોય છે. આમ નારકીના જીવોમાં ફક્ત ત્રણ લેશ્યા હોય છે અને પહેલીથી સાતમી નારકી સધી અનુક્રમે અશુભ, અશુભતર, અશુભતમ વેશ્યા હોય છે. દેવગતિના જીવોમાં પોતપોતાની સ્થિતિ અનુસાર વેશ્યાઓ હોય છે, જેમકે ભુવનપતિના અને વાણવ્યંતર દેવ-દેવીમાં ચાર વેશ્યાઓ હોય છે. જ્યોતિષી દેવ-દેવીમાં એક તેજોવેશ્યા હોય છે. માનિક દેવ-દેવીમાં ત્રણ શુભ લેશ્યાઓ-તેજો, પદ અને શુકલ લેગ્યા હોય છે. અનુત્તરીપપાતિક દેવોને પરમ શુકલેશ્યા હોય છે. ચારે ગતિના જીવોની લેશ્યાઓનો અહીં માત્ર સંક્ષેપમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. આગામોમાં તે વિશે બહુ વિસ્તારથી વિચારણા કરવામાં આવી છે. લેશ્યાઓના આ બે મુખ્ય વિભાગને બીજી રીતે પણ ઓળખાવવામાં આવે છે, જેમકે પહેલી ત્રણ વેશ્યાઓ દુર્ગધવાળી છે અને પછીની ત્રણ લેશ્યાઓ સુગંધવાળી છે. પહેલી ત્રણ લેશ્યાઓ રસની અપેક્ષાએ અમનોજ્ઞ છે અને પછીની ત્રણ વેશ્યાઓ મનોજ્ઞ છે; પહેલી ત્રણ વેશ્યાઓ સ્પર્શની અપેક્ષાઓ શીતરુક્ષ છે અને પછીની ત્રણ વેશ્યાઓ ઉષ્ણ-નિગ્ધ છે. પહેલી ત્રણ વેશ્યાઓ અધર્મ વેશ્યાઓ છે અને પછીની ત્રણ વેશ્યાઓ ધર્મ લેશ્યા છે; પહેલી ત્રણ વેશ્યાઓ દુર્ગતિમાં લઈ જનારી છે અને પછીની ત્રણ લેશ્યાઓ સુગતિમાં લઈ જનારી છે; પહેલી ત્રણ લેગ્યાઓ અશુદ્ધ છે અને પછીની ત્રણ લેશ્યાઓ વિશુદ્ધ છે; પહેલી ત્રણ વેશ્યાઓ સંક્લિષ્ટ છે અને પછીની ત્રણ લેશ્યાઓ અસંક્લિષ્ટ છે; પહેલી ત્રણ લેશ્યાઓ અપ્રશસ્ત છે અને પછીની ત્રણ લેશ્યાઓ પ્રશસ્ત છે. આ જ પ્રમાણે ભાવલેશ્યાનાં લક્ષણો બતાવવામાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org