________________ નિગોદ સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે. અમુક વનસ્પતિ કે તેનો અમુક ભાગ અમુક કાળ સુધી સાધારણ વનસ્પતિ ગણાય છે. અને પછી તે પ્રત્યેક વનસ્પતિ થાય છે. સાધારણમાંથી પ્રત્યેક અને પ્રત્યેકમાંથી સાધારણ વનસ્પતિ ક્યારે ક્યારે કઈ વનસ્પતિમાં થાય છે તેની વિગતે છણાવટ શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે. કન્દ, અંકુર, કિસલય, પનક (ફૂગ), સેવાળ, લીલાં આદુ-હળદર, ગાજર, થુવર, કુંવારપાટો, ગુગળ, ગળો વગેરે સાધારણ વનસ્પતિમાં ગણાય છે. આવા કુલ બત્રીસ પ્રકારના અનંતકાય બતાવવામાં આવ્યાં છે. એને અભક્ષ્ય ગણવામાં આવ્યાં છે. એના ભક્ષણથી બહુ દોષ લાગે છે કારણ કે એના ભક્ષણથી સૂક્ષ્મ જીવોની પાર વગરની હિંસા થાય છે. નિગોદના જીવો માંસમાં પણ ઉત્પન્ન થાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં કહ્યું છેઃ सद्यः समूर्च्छितान्त-जन्तुसन्तानदूषितम् / नरकाध्वनि पाथेयं कोऽश्नीयात् पिशितं सुधीः / / [પ્રાણીને કાપતાં કે વધ કરતાંની સાથે જ તરત જ માંસની અંદર નિગોદરૂપ અનંતા સંમૂછિમ જીવો ઉત્પન્ન થાય છે અને તેની વારંવાર ઉત્પન્ન થવાની પરંપરા ચાલુ જ રહે છે. માટે નરકના માર્ગનું આ પાથેય (ભાતું) છે. કયો સમજુ માણસ નરકના ભાતા સરખા માંસનું ભક્ષણ કરે ?] . એક નિગોદ (સૂમ કે બાદર)માં અનંત જીવો છે. ચૌદ રાજલોકમાં નિગોદના ગોળા અસંખ્યાત છે. બાદર નિગોદ અસંખ્યાત છે અને પ્રત્યેક નિગોદમાં અનંત જીવ છે. બાદર નિગોદ કરતાં સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગુણી વધારે છે. વળી પ્રત્યેક સૂક્ષ્મ નિગોદમાં અનંત જીવો છે. એટલે સૂક્ષ્મ અને બાદર નિગોદના જીવો અનંત અનંત છે. વર્તમાનમાં સિદ્ધગતિમાં ગયેલા જીવો અનંત છે. ભૂતકાળમાં અનંત જીવો મોક્ષે ગયા છે અને ભવિષ્યમાં અનંત જીવો મોક્ષે જશે. આમ ત્રણે કાળના સિદ્ધગતિના જીવોનો કુલ સરવાળો ક્યારે પણ પૂછવામાં આવે ત્યારે એક જ જવાબ રહેશે કે હજુ એક નિગોદનો અનંતનો ભાગ મોક્ષે ગયો છે.' દ્રવ્યલોકમાં કહ્યું છેઃ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org