Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ] શું થયું એહ જગ ભૂલ રે. સ્વામી (૫) [૨૧. લઈ ગયે. ત્યાં તેને ઉચિત સત્કાર કરી ત્રાષિએ કમળમાળા રાજા વેરે પરણાવી. અને રાજાને દાયજામાં પુત્રની સંતતિ આપનાર એક મંત્ર આપ્યો. અને છેવટે રાજા અને કમળમાળાને ઋષિએ વિદાય આપી.
રાજાએ ઋષિને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને માર્ગ પૂછો. ઋષિ કહે મને બીલકુલ માહિતી નથી. પોપટ આગળ થયે અને રાજા તથા કમળમાળા પાછળ પાછળ ચાલ્યાં. છેટેથી ક્ષિતિપ્રતિષ્ઠિત નગર દેખતાં પોપટ અટક્યો, અને જણાવ્યું કે “હે રાજા !તારી ચંદ્રાવતી રાણી તેના ભાઈ ચંદ્રશેખરને તમારી ગેરહાજરીને લાભ લઈ સિન્ય સાથે રાજ્યને કબજે આપવા લઈ આવી છે આથી નગરમાં શત્રુ સન્ય સાથે હાલ યુદ્ધ થાય છે.” રાજા ચમક્યો. પોપટે કહ્યું “ફીકર ન કરો સૌ સારું થશે તેટલામાં તે પોતાનું સન્ય સામે તેને મળ્યું અને ચંદ્રશેખર ભેટયું લઈ રાજાને પગે પડી કહેવા લાગ્યું કે “મહારાજ ! આપની ગેરહાજરીમાં શત્રુઓ ગેરલાભ ન લે તેથી નગરરક્ષા માટે હું આવેલે, તેને આપના સિગ્યે ઉલટો અર્થ કર્યો અને આ અથડામણ ઊભી થઈ શંકા છતાં સરલ રાજાએ તે વાતની ઉપેક્ષા કરી અને પિટ તરફ જોયું તે પિપટ જણ નહિ. રાજાએ માન્યું કે ઉપકારને બદલે ન લેવો પડે માટે આ ઉપકારી ચાલ્યા ગયે જણાય છે. તપાસ કરી પણ તે ન જડે.
સમય જતાં એક દિવસે મૃગધવજ રાજાએ ગાંગલિઝષિએ આપેલ મંત્રનો જાપ કર્યો અને તેના પ્રતાપે ચંદ્રાવતી