Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨ી.
રોકડે કુગુરૂ તે દાખવે, [શ્રા. વિ. શ્રાવક ધર્મ ચુલ્લકાદિ દશ દષ્ટાંતે દુર્લભ છતાં પણ ગુરુ વગેરેના વેગથી પામી શકાય છે, પણ તેને જીવન પર્યંત નિર્વાહ તે શકરાજાએ જેમ પૂર્વભવમાં કર્યું હતું તેમ કરે તે અત્યંત આવશ્યક હેવાથી તેમનું ટૂંકમાં વૃત્તાંત અહીંયા બતાવે છે. દ. ૫ શુકરાજની કથા
ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું, ત્યાં ઋતુધવજ રાજાને પુત્ર મૃગધ્વજ નામનો રાજા રાજ્ય કરતે હતે. વસંતઋતુમાં રાજા અંતઃપુરના પરિવાર સાથે એક વખત ઉદ્યાનમાં ફરવા ગયે, ત્યાં આગળ આંબાના વૃક્ષ નીચે બેઠેલ અપ્સરા સરખી પોતાની રાણીઓને દેખી રાજા મલકાયો અને વિચારવા લાગ્યો કે “જગતમાં આવી સુંદર પવિણ રાણુઓ ભાગ્યેજ કોઈને ત્યાં હશે” આ સમયે આંબાના વૃક્ષ ઉપર બેઠેલા પિપટે કહ્યું કે “કુવામાં રહેલા દેડકાને બીજું કંઈ જલાશય મોટું લાગતું નથી તેમ હે રાજા ! જગની સ્ત્રીઓને નહિ દેખેલ હેવાથી તું મનઃકલ્પિત અહંકારથી ફુલાય છે પણ જે ગાંગલિ ઋષિની પુત્રી કમલમાલાને તું જુવે તે તારા અંતઃપુરના રૂપ પ્રત્યે તારું અભિમાન ઉતરી જશે.” રાજા ઘડા ઉપર પાછળ અને પિોપટ આગળ એમ જોત જોતામાં વનમાં પાંચસે લેજના ગયા પછી એક ઋષભદેવ ભગવાનનું મંદિર આવ્યું ત્યાં રાજાએ ભગવાનનાં ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા. પછી દર્શનબાદ ગાંગલિઋષિ રાજાને પિતાના આશ્રમમાં