Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિક ધર્મનું કો નવિ મૂલ રે [૨૯ દર્શિત્વ, ૧૫ ૧૧ વિશેષજ્ઞત્વ,૧૬ ૧૨ કૃતજ્ઞત્વ.૧૯ ૧૩ પરહિતાર્થકૃતત્વ,૨૦ ૧૪ લબ્ધલક્ષત્વ,૨૧ એમ છે. ત્રીજા ન્યાયમાગેરતિ ગુણમાં–૧૫ ભીરુત્વ, ૧૬ અશઠત્વ ૧૭ લજજાલુત્વ,૯ ૧૮ ગુણરાગીત્વ,૧૨ ૧૯ સત્યથત્વ,૧૩ એમ પાંચ. ચોથા દ્રઢ-નિજ વચનસ્થિતિ ગુણમાં–ર૦
કપ્રિયત્વ,૪ ૨૧ સુપક્ષયુક્તત્વ,૧૪ એમ છે. એ પ્રકારે એકવીસ ગુણોને ચાર ગુણેમાં પ્રાયે સમાવેશ થઈ શકે છે. માટે આ શાસ્ત્રકર્તાએ ચાર જ ગુણ મુખ્ય લીધા છે.
આ ચાર ગુણોમાં પણ અનુકમથી પહેલાના ત્રણ ગુણ વિનાને પુરુષ હકીલે, મૂર્ખ અને અન્યાયી હોય છે તેથી તે (શ્રાવક) ધર્મને યોગ્ય જ નથી; અને જેથી ગુણ વિનાને માણસ તે ધર્મ અંગીકાર કરે ખરે, પણ (જેમ ધૂની મૈત્રી) ગ્રંથિલ ( ગાંડા) બનેલા માણસને સુષ (સારાં વસ્ત્રો) અને વાનરના ગળામાં મેસીની માળા જેમ વધારે વખત ટકી ન શકે તેમ તે થોડા જ વખતમાં પાછે ધર્મભ્રષ્ટ થઈ જાય છે.
' , * જેમ સારી (લીસી) ભીંત ઉપર ચિત્ર, દઢપીઠ (મજબૂત પાયા) ઉપર બાંધેલું ઘર, અને સારા ઘડેલા સોના વચ્ચે જડેલું માણેક ઘણે વખત ટકી શકે છે, તેમ દગુણયુક્ત પુરુષમાં જ સમ્યગદર્શનાદિ ધર્મ યાવાજીવ ટકી શકે છે. એમ જણાવવાથી એ વાત સિદધ જ થાય છે કે, પૂર્વોક્ત ચાર ગુણ યુકત પુરુષ શ્રાવક ધર્મ (સભ્યફત્યાદિ) ના અધિકારી ( ગ્યો છે. સમ્યગદર્શનાદિ