________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૫
અપ્રત્યાખ્યાન- જેમના ઉદયમાં પ્રત્યાખ્યાન ન હોય તે અપ્રત્યાખ્યાન.
અપ્રત્યાખ્યાનના ઉદયમાં જીવ દેશપ્રત્યાખ્યાન કે સર્વપ્રત્યાખ્યાનને પામતો નથી.
પ્રત્યાખ્યાનાવરણ– જે કષાયો મર્યાદાથી કે કંઈક પ્રત્યાખ્યાનને રોકે તે પ્રત્યાખ્યાનાવરણ. અહીં (માવૃધ્વનિત એ પ્રયોગમાં) આડું ઉપસર્ગ મર્યાદામાં કે કંઈક અર્થમાં છે. મર્યાદા અર્થ કરવામાં પ્રત્યાખ્યાનાવરણનો અર્થ આ થાય- સર્વવિરતિને રોકે છે, દેશવિરતિને નહિ. કંઈક અર્થમાં પણ કંઈક રોકે છે એવો અર્થ છે. કંઈક રોકે છે એટલે સર્વવિરતિને જ રોકે છે. દેશવિરતિને નહિ. (અપેક્ષાએ) દેશવિરતિ ઘણી છે. કારણ કે થોડાકથી (=એક વગેરે પણ અણુવ્રતાદિને સ્વીકારવાથી) પણ વિરત થયેલાને દેશવિરતિ થાય છે.
સંજ્વલન- સં શબ્દ કંઇક અર્થમાં છે. પરીષહ વગેરે આવે ત્યારે ચારિત્રને કંઈક બાળ=મલિન કરે તે સંજવલન. (આ કષાયના ઉદયથી જીવને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતું નથી.)
સોળ કષાયો– અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, અપ્રત્યાખ્યાન ક્રોધ-માન-માયા-લોભ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ અને સંજવલન ક્રોધ-માન-માયા-લોભ એમ કષાયના કુલ સોળ ભેદો છે. આ સોળ કષાયોનું સ્વરૂપ આ પ્રમાણે છે
દષ્ટાંતોથી ક્રોધાદિ કષાયોનું સ્વરૂપ ક્રોધ– સંજવલન ક્રોધ જલરેખા સમાન છે. જેમ લાકડીના પ્રહાર આદિથી જલમાં પડેલી રેખા પડતાંની સાથે તુરત વિના પ્રયત્ન નાશ પામે છે, તેમ ઉદય પામેલ સંજવલન ક્રોધ ખાસ પુરુષાર્થ કર્યા વિના શીધ્ર નાશ પામે છે. જેમ કે મહાત્મા વિષ્ણુકુમારનો ક્રોધ. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ રેણુરેખા સમાન છે. જેમ રેતીમાં પડેલી રેખાનો (પવન આદિનો યોગ થતાં) થોડા વિલંબે નાશ થાય છે, તેમ ઉદય પામેલ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ જરા વિલંબથી નાશ પામે છે. અપ્રત્યાખ્યાન ક્રોધ પૃથ્વીરેખા સમાન છે. જેમ પૃથ્વીમાં પડેલી ફાટે કષ્ટથી વિલંબે પૂરાય છે, તેમ ઉદય પામેલ અપ્રત્યાખ્યાન ક્રોધ થોડા કષ્ટથી અને અધિક કાળે દૂર થાય છે. અનંતાનુબંધી ક્રોધ પર્વતરેખા સમાન છે. જેમ પર્વતમાં પડેલી ફાડ પૂરવી દુઃશક્ય છે તેમ અનંતાનુબંધી ક્રોધના ઉદયને દૂર કરવો