________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૩૪ સારી રીતે કહ્યા વિના અણુવ્રતો આપનાર સાધુને અનુમતિ થાય જ છે=સૂક્ષ્મ પ્રાણાતિપાતની અનુમોદનાનો દોષ લાગે જ છે. વિધિથી=સાધુધર્મને કહેવાપૂર્વક અણુવ્રતોનું પ્રદાન કરવું. શ્રુતવિશુદ્ધભાવવાળા-તત્ત્વજ્ઞાનના કારણે મધ્યસ્થ. અહીં દૃષ્ટાંત આ પ્રમાણે છે
શ્રેષ્ઠિપુત્રોનું દૃષ્ટાંતા વસંતપુર નામનું નગર છે, તેમાં જિતશત્રુ નામનો રાજા છે. તેની ધારિણી નામની રાણી છે. અતિશય સુંદર નૃત્ય કરવાથી તેનો પતિ તુષ્ટ થયો. તેણે રાણીને કહ્યું: હું તારું શું પ્રિય કરું તે કહે. રાણીએ કહ્યું: કૌમુદી પર્વમાં રાતે અંતઃપુરની સ્ત્રીઓ ઈચ્છા મુજબ ફરે અને ઉત્સવ કરે તેવી મહેરબાની કરો. રાજાએ તે સ્વીકાર્યું. તે દિવસ આવી ગયો. રાજાએ નગરમાં ઘોષણા કરાવી. તે આ પ્રમાણે આજે રાતે જે પુરુષ નગરમાં રહેશે (=નગરની બહાર નહિ જાય) તેને હું શારીરિક સજા અને કઠોર દંડ કરીશ. તેથી રાતે બધા પુરુષો નગરમાંથી નીકળી ગયા. પણ એક શ્રેષ્ઠીના છ પુત્રો વ્યવહાર કરવામાં નામું લખવું વગેરે કાર્યોમાં રોકાયેલા હોવાથી જલદી ન નીકળ્યા. નગરના દરવાજા બંધ કરી દેવાયા. ભયથી ત્યાં જ રહ્યા. રાતે ઉત્સવ થઈ ગયો. બીજા દિવસે રાજાએ ચરપુરુષોને નગરમાં મોકલ્યા અને કહ્યું: કોણ નથી નીકળ્યો તે શોધો. તેમણે સૂમ બુદ્ધિથી શોધીને રાજાને કહ્યું: અમુક શ્રેષ્ઠીના છ પુત્રો નગરમાંથી નીકળ્યા નથી. ગુસ્સે થયેલા રાજાએ કહ્યું: દુર્વર્તન કરનારા તેમને મારી નાખો. રાજપુરુષોએ તેમને પકડ્યા. આ વાત સાંભળીને તેમનો પિતા રાજાની પાસે આવ્યો. તેણે રાજાને વિનંતિ કરી, હે દેવ ! એક અપરાધની ક્ષમા કરો. મારા પુત્રોને એકવાર છોડો. બીજો પણ કોઈ આ પ્રમાણે ન કરે એ કારણથી રાજા પુત્રોને છોડતો નથી. ફરી ફરી કહેવાતા રાજાએ “કુળનો ક્ષય ન થાઓ” એ કારણથી મોટા પુત્રને છોડી દીધો અને બાકીના પુત્રોને મારી નાખ્યા.
અહીં સર્વ પુત્રોમાં સમભાવવાળા શ્રેષ્ઠીની બાકીના પુત્રોને મારવામાં અનુમતિ નથી. આ દૃષ્ટાંત છે. આનો ઉપનય આ પ્રમાણે છે- રાજા ૧. એકવાર રાજા અંતઃપુરની અંદર સુંદર વાજિંત્ર વગાડી રહ્યો હતો ત્યારે ધારિણી રાણીએ રાજાના હૃદયને અતિશય આનંદ આપનારું નૃત્ય કર્યું હતું.