________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૭૪
હવે બીજું વાદસ્થાના ગાથાર્થ– નિત્ય અને પ્રકૃતિથી અનિત્ય જીવોનો વધ ન થવાથી વધવિરતિ એકાંતે જ નિર્વિષય છે એમ કોઇક વાદીઓ માને છે.
ટીકાર્થ– જીવો નિત્ય હોય કે અનિત્ય હોય ઉભય રીતે દોષ છે. તે આ પ્રમાણે– નિત્ય જીવોનો વધ કરી શકાય નહિ. સ્વભાવથી જ ભંગુર પોતાની મેળે જ નાશ પામનારા જીવોનો પણ વધ ન કરી શકાય. (કેમ કે પોતાની મેળે જ નાશ પામી જાય છે.) આથી વધવિરતિ નિવિષય=નિરાલંબન બની, અર્થાત્ કોઈ જીવ મારી શકાતો નથી. તેથી કોને મારવાનું ? જો કોઈને મારવાનું જ ન હોય તો વધની વિરતિનો કોઇ વિષયઆલંબન ન રહ્યો. (જેના વધની વિરતિ કરવાની હોય તે વધવિરતિનો વિષય=આલંબન કહેવાય.) (૧૭૬)
एतदेव भावयतिएगसहावो निच्चो, तस्स कह वहो अणिच्चभावाओ । पयइअणिच्चस्स वि अन्नहेउभावाणवेक्खाओ ॥ १७७ ॥ [एकस्वभावो नित्यः तस्य कथं वधः अनित्यभावात् । પ્રત્યનિત્યસ્થાપિ અન્યદેતુમાવાનપેક્ષાત: || ૨૭૭ II]
एकस्वभावोऽप्रच्युतानुत्पन्नस्थिरैकधर्मा नित्यः तस्य कथं वधः जिघांसनमनित्यभावादतादवस्थो नानित्यत्वापत्तेरित्यर्थः प्रकृत्यनित्यस्यापि स्वभावतोऽप्यनित्यस्य कथं वध इति वर्तते कथं च नेत्याह- अन्यहेतुभावानपेक्षातः स्वव्यतिरिक्तहेतुसत्तानपेक्षत्वात् तत्स्वभावत्वे च स्वत एव નિવૃતિ | શ૭૭
આ જ વિષયને વિચારે છે– ગાથાર્થ– નિત્ય એક સ્વભાવવાળો હોય. તેનો વધ કેવી રીતે ? કેમ કે વધ થાય તો અનિત્યભાવવાળો થઈ જાય. અન્ય હેતુભાવની અપેક્ષા ન રાખવાથી સ્વભાવથી અનિત્યનો પણ વધ કેવી રીતે થાય ?
ટીકાર્થ– નિત્ય એક સ્વભાવવાળોગનાશ ન પામે, ઉત્પન્ન પણ ન થાય, કિંતુ સ્થિર એક ધર્મવાળો રહે. આવા જીવનો વધ થાય તો અનિત્ય બની જાય, તેવી જ અવસ્થાવાળો ન રહે સ્થિર એક ધર્મવાળો ન રહે.