________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૧૭ निवृत्त्या न किञ्चिदित्यर्थः, कुत इत्याह- नियमभङ्गात् संभव एव सति निवृत्त्यभ्युपगमः संभवश्च कालान्तरहननमेवेति नियमभङ्ग इति ॥ २३८ ॥
આ બધા ય પક્ષો દોષથી યુક્ત છે. તે પ્રમાણે જ કહે છેગાથાર્થ ટીકાર્થ– (૧) વધ કરાતા જીવના વધની ક્રિયા (= જીવને મારવાની ક્રિયા) જ સંભવ છે. તો નિવૃત્તિથી સર્યું, અર્થાત્ નિવૃત્તિનું પ્રયોજન નથી. કારણ કે નિવૃત્તિ વિષયથી રહિત છે. અહીં સંભવ શબ્દથી વધક્રિયા વિવક્ષિત છે. જ્યારે સંભવ હોય ત્યારે નિવૃત્તિનો સ્વીકાર કરાય છે. તેથી વધક્રિયાનો નિયમ (=પ્રતિજ્ઞા) થયો, વધનો નિયમ ન થયો. એથી વધનિવૃત્તિ વિષયરહિત છે.
(૨) હવે કાલાંતરે હણવામાં અવશ્ય સંભવ છે, અર્થાત્ સંભવ શબ્દનો અર્થ કાલાંતરે હણવામાં વિવક્ષિત છે, તો નિવૃત્તિથી સર્યું. કારણ કે નિયમનો ભંગ થાય. કારણ કે સંભવ હોય તો જ નિવૃત્તિનો સ્વીકાર છે. અને કાળાંતરે હનન જ સંભવ છે. (કાળાંતરે હનનનો સંભવ સદા જ રહે છે. એનો અર્થ એ થયો કે સંભવરૂપે હનન સદા છે. આથી લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ જ થઈ રહ્યો છે.) આથી નિયમભંગ થાય. (૨૩૮)
चरमविकल्पद्वयाभिधित्सयाहअवहे वि नो पमाणं, सुट्टयरं अविसओ य विसओ से । सत्ती उ कज्जगम्मा, सइ तंमि किं पुणो तीए ॥ २३९ ॥ [अवधेऽपि न प्रमाणं सुष्ठुतरं अविषयश्च विषयः तस्याः । शक्तिस्तु कार्यगम्या सति तस्मिन् किं पुनस्तया ॥ २३९ ॥] अवधेऽपि न प्रमाणं यद्यवधः संभवः इत्यत्रापि प्रमाणं न ज्ञायते एतेषामस्मादवध इति सुष्ठुतरं अतितरां अविषयश्च विषय; से तस्या वृित्तेः अविषयत्वं तु तेषां वधासंभवात् अवधस्यैव संभवत्वात्, अस्मिंश्च सति निवृत्त्यभ्युपगमादिति । शक्तिस्तु कार्यगम्या वधशक्तिरपि संभवो न युज्यते यतोऽसौ कार्यगम्यैवेति न वधमन्तरेण ज्ञायते सति च तस्मिन्वधे किं पुनस्तया निवृत्त्या तस्य संपादितत्वादेवेति ॥ २३९.॥ હવે છેલ્લા બે વિકલ્પોને કહેવાની ઇચ્છાથી કહે છે
ગાથા- ટીકાર્થ– (૩) જો અવધ સંભવ છે, અર્થાત્ સંભવ શબ્દનો અવધ અર્થ વિવક્ષિત છે, તો તેમાં કોઈ પ્રમાણ નથી, અર્થાત્ આ જીવોનો