________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૧૯ व्यापाद्यते कश्चिदेव हते ऽपि मनुष्ये सकृत् अन्यमनुष्येण तथा लोके दर्शनात् अतो यज्जातीयस्तु हतस्तज्जातीयेषु संभवस्तस्येति नैकान्तः तेनैव अन्यमनुष्येणैव व्यापादनात् तथा अहतेऽपि च सिंहादौ आजन्म दृश्यते हननं कादाचित्कमिति व्यभिचार इति ॥ २४१ ॥
વ્યભિચારને જ કહે છે– ગાથાર્થ–ટીકાર્થ– (સર્પ આદિ વડે) કોઈક મનુષ્ય હણાયે છતે (તે સર્પ આદિ) અન્ય મનુષ્ય વડે જ હણાય છે. કારણ કે લોકમાં તેમ જોવામાં આવે છે. આથી જે જાતિનો જીવ હણાયો તે જાતિવાળા જીવોમાં વધનો સંભવ છે એવો નિયમ ન રહ્યો. (જો તેવો નિયમ હોય તો મનુષ્ય સર્પને ન મારે, કિંતુ સર્પ મનુષ્યને મારે. જ્યારે અહીં તો મનુષ્ય સર્પને મારે છે.)
તથા સિંહ વગેરે પ્રાણીઓ જીવનપર્યત મનુષ્યથી હણાતા નથી. આમ છતાં ક્યારેક મનુષ્ય સિંહને મારી નાખે એવું દેખાય છે. (આનાથી એ નિશ્ચિત થયું કે જે જાતિવાળો જીવ ન હણાયો હોય તે જાતિવાળા જીવોમાં વધનો અસંભવ છે એવો નિયમ ન રહ્યો.)
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- પૂર્વે ૨૪૦મી ગાથામાં વાદીએ કહ્યું કે જે જાતિનો જીવ હણાયો હોય તે જાતિવાળા જીવોમાં વધનો સંભવ છે, એટલે કે તે જાતિવાળા જીવોનો વધ કરી શકાય છે. એથી તે જાતિવાળા જીવોના વધની નિવૃત્તિ કરવાથી વધનિવૃત્તિ સફળ બને છે.
વાદીના આ કથનની સામે ગ્રંથકાર કહે છે કે જે જાતિનો જીવ હણાયો હોય તે જાતિવાળા જીવોનો વધ કરી જ શકાય એવો નિયમ નથી. જેમ કે સર્વે કોઈ મનુષ્યને ડંશ આપીને મનુષ્યને મારી નાખ્યો. આનાથી એ નિયમ ન બનાવી શકાય કે સર્પ બધા મનુષ્યોને મારે છે. કારણ કે ક્યારેક મનુષ્ય જ સર્પને મારી નાખે છે. જો સર્પ બધા જ મનુષ્યોને મારતો હોય તો મનુષ્ય સર્પને ન મારે, કિંતુ સર્પ મનુષ્યને મારે.
હવે બીજી વાત. સિંહ કોઇથી મરાતો નથી એવું સામાન્યથી લોકમાં જોવાય છે. એટલે મનુષ્યમાં સિહ જાતિવાળા જીવોને મારવાનો સંભવ નથી. આમ છતાં ક્યારેક મનુષ્ય સિંહને મારી નાખે એવું જોવામાં આવે છે. આથી જે જાતિનો જીવ હણાયો હોય તે જાતિવાળા જીવોમાં વધનો સંભવ છે એવો નિયમ ન રહ્યો. (૨૪૧)