________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૦૫ ટીકાર્થ- ભાવાર્થ સ્થાપનાથી બતાવાય છે. તે સ્થાપના આ છે૩ | ૩ | ૩ | ૨ | ૨ | ૨ | ૧ | ૧ | ૧ | યોગ
૩ | ૨ | ૧ | ૩ | ૨ | ૧ | ૩ | ૨ | ૧ | કરણ | ૧ | ૩ | ૩ | ૩ | ૯ | ૯ | ૩ | ૯ | ૯ | ફળ
અહીં ભાવના આ પ્રમાણે છે– પહેલો ભાંગો– મન-વચન-કાયાથી ન કરે, ન કરાવે અને કરતા એવા બીજાની અનુમોદના ન કરે. બીજો ભાંગો– ન કરે-ન કરાવે-ન અનુમોદે મન-વચનથી પહેલો ભાંગો, તે પ્રમાણે મન-કાયાથી બીજો અને વચન-કાયાથી ત્રીજો. ત્રીજો ભાંગોન કરે-ન કરાવે-ન અનુમોદે મનથી પહેલો, વચનથી બીજો અને કાયાથી ત્રીજો . ચોથો ભાંગો- મન-વચન-કાયાથી ન કરે-ન કરાવે પહેલો, ન કરે-ન અનુમોદે બીજો, ન કરાવે-ન અનુમોદે ત્રીજો. પાંચમો ભાંગોમન-વચનથી ન કરે-ન કરાવે પહેલો, ન કરે-ન અનુમોદે બીજો, ન કરાવે-ન અનુમોદે ત્રીજો. આ પ્રમાણે મન-વચનથી ત્રણ ભાંગા થાય. એ જ પ્રમાણે બીજા પણ ત્રણ મન-કાયાથી થાય. એ જ પ્રમાણે અન્ય પણ ત્રણ વચન-કાયાથી થાય. આ પ્રમાણે આ બધા ય મળીને નવ થાય. છઠ્ઠો ભાંગો- મનથી ન કરે-ન કરાવે પહેલો, મનથી ન કરે-ન અનુમોદ બીજો, મનથી ન કરાવે-ન અનુમોદે ત્રીજો. આ પ્રમાણે વચનથી અને કાયાથી ત્રણ ત્રણ ભાંગા થાય. કુલ નવ થાય. સાતમો ભાંગો- મનવચન-કાયાથી ન કરે પહેલો, ન કરાવે બીજો અને ન અનુમોદે ત્રીજો. આઠમો ભાંગો– ન કરે મન-વચનથી પહેલો. ન કરે મન-કાયાથી બીજો. ન કરે વચન-કાયાથી ત્રીજો. તે રીતે ન કરાવે એ સ્થાનની સાથે ત્રણ અને ન અનુમોદે એ સ્થાનની સાથે ત્રણ. આમ કુલ નવ થાય. નવમો ભાંગો- મનથી ન કરે પહેલો, ન કરાવે બીજો, ન અનુમોદે ત્રીજો . એ પ્રમાણે વચનથી ત્રણ અને કાયાથી ત્રણ. કુલ નવ થાય. આ પ્રમાણે બધા મળીને ૪૯ થાય.
આવેલા ભાંગાઓની હવે ગણના કરાય છે- “મૂળ નવ ભેદોમાં પ્રત્યેક ભેદના ભાંગાઓને ભેગા કરતાં ૪૯ ભાંગા થાય. ૪૯ ભાંગાઓને ભૂત-ભવિષ્ય-વર્તમાન એ ત્રણ કાળથી ગુણતાં ૧૪૭ ભાંગા થાય.