________________
શ્રાવક પ્રજ્ઞપિત ૦ ૩૩૮ पूजादर्शनाद्बहुपरिवारदर्शनाच्च लोकश्लाघाश्रवणाच्चैवं मन्यते जीवितमेव श्रेयः प्रत्याख्याताशनस्यापि यत एवंविधा मदुद्देशेनेयं विभूतिर्वर्तते ।। मरणाशंसाप्रयोगः न कश्चित्तं प्रतिपन्नानशनं गवेषते न सपर्यायामाद्रियते न कश्चिच्छ्लाघते ततस्तस्यैवंविधचित्तपरिणामो भवति यदि शीघ्रं म्रियेऽहं अपुण्यकर्मेति मरणाशंसा ।४। कामभोगाशंसाप्रयोगः जन्मान्तरे चक्रवर्ती स्याम् वासुदेवो महामण्डलिकः सुभगो रूपवानित्यादि । एतद् वर्जयेद्भावयेच्चाशुभं जन्मपरिणामादिरूपं संसारपरिणाममिति तथा ।५। ॥ ३८५ ॥
આ સંલેખના પણ નિરતિચાર સારી રીતે પાળવી જોઇએ. આથી અતિચારોને કહે છે
ગાથાર્થ– ઈહલોક આશંસાપ્રયોગ, પરલોક આશંસાપ્રયોગ, જીવિત આશંસાપ્રયોગ, મરણ આશંસાપ્રયોગ અને કામ-ભોગ આશંસાપ્રયોગ આ પાંચ અતિચારોનો ત્યાગ કરે. તથા સંસારપરિણામ અશુભ છે એમ વિચારે.
ટીકાર્થ– ઈહલોક આશંસાપ્રયોગ– મનુષ્યલોક સંબંધી આશંસા કરવી તે ઈહલોક આશંસા પ્રયોગ. જેમ કે હું શ્રેષ્ઠી થાઉં, અથવા હું પ્રધાન બનું વગેરે.
પરલોક આશંસાપ્રયોગ– દેવલોક સંબંધી આશંસા કરવી તે પરલોક આશંસાપ્રયોગ.
જીવિત આશંસાપ્રયોગ– હું ઘણા કાળ સુધી જીવું એવી આશંસા કરવી તે જીવિત આશંસાપ્રયોગ. કોઈ સુંદર વસ્ત્ર આપે, કોઈ માળા પહેરાવે, કોઈ સમાધિ આપવા પોતાની સમક્ષ પુસ્તક વાંચે વગેરે પૂજા જોવાથી, પોતાના દર્શન આદિ માટે આવતા ઘણા જનપરિવારને જોવાથી, અને લોકમુખેથી પોતાની પ્રશંસા સાંભળવાથી એમ માને કે અનશનનું પ્રત્યાખ્યાન કરનારને પણ જીવવું એ જ શ્રેયસ્કર છે. કારણ કે મારા નિમિત્તે આવા પ્રકારની આ વિભૂતિ છે. આવી ઇચ્છા તે જીવિત આશંસાપ્રયોગ છે.
મરણ આશંસાપ્રયોગ– હું જલદી મરી જાઉં એવી આશંસા કરવી તે મરણ આશંસાપ્રયોગ છે. અનશન સ્વીકારનારને કોઇ શોધે નહિ કેમ છે ? ઇત્યાદિ પૂછે નહિ, તેની પૂજા ન કરે, કોઈ પ્રશંસા ન કરે, તેથી તેનો આવા પ્રકારનો ચિત્તપરિણામ થાય કે હું જલદી મરી જાઉં, હું પુણ્યકર્મથી રહિત છું. આવી ઇચ્છા તે મરણ આશંસાપ્રયોગ છે.