________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૪૭ એમ માને છે. આમ સંસાર સુખ પણ વિષયોપભોગની અભિલાષાની નિવૃત્તિરૂપ છે.
પ્રશ્ન- સંસારનું સુખ વિષયોપભોગની અભિલાષાની નિવૃત્તિરૂપ છે તેનું શું કારણ ?
ઉત્તર– જીવો ઉત્પન્ન થયેલી વિષયોપભોગની અભિલાષાને નિવૃત્ત કરવા માટે ભોગક્રિયામાં પ્રવૃત્તિ કરે છે. માટે સંસાર સુખ વિષયોપભોગની અભિલાષાની નિવૃત્તિરૂપ છે. કહ્યું છે કે
“વાંસળી, વીણા અને મૃદંગ આદિના નાદથી યુક્ત, પ્રશંસનીય એવી કામકથાથી યુક્ત અને મનોહર એવા ગીતથી સદા સ્થિર થયેલ, (૧) રત્નમય ભૂમિમાં વિચિત્ર રૂપોને ( ચિત્રોને) જોઈને અને આનંદ આપનારા પોતાના લીલાયુક્ત રૂપોને જોઈને ઉત્સુકતાથી રહિત બનેલ, (૨) અંબર, અગરચંદન, કપૂર અને ધૂપની ગંધથી યુક્ત થયેલો, પટવાસ (=સુગંધી ચૂર્ણ) આદિની સુગંધને સ્પષ્ટ (=સુગંધનો અનુભવ થાય તે રીતે) સુંઘીને નિઃસ્પૃહ થયેલ, (૩) વિવિધ રસથી યુક્ત અન્નનું પ્રમાણથી ભોજન કરીને અને પાણી પીને સુંદર સ્વાદિષ્ટ વસ્તુનો આસ્વાદ લેતો તથા તૃપ્ત થયેલો, (૪) જેમાં કોમળ તળાઈ ( ગાદલો) પાથરેલો છે તેવા પલંગમાં રહેલો અને ઘણા ભયથી યુક્ત મેઘનો ગર્જારવ સહસા સાંભળવાથી પ્રિય પત્નીના આલંગિનને પામેલો મનુષ્ય મૈથુનના અંતે પ્રશાંત આત્માથી જે મનોહર સુખને અનુભવે છે, અથવા સર્વ ઇંદ્રિયોના વિષયોની સમ્યક્ પ્રાપ્તિ થવાથી મનુષ્ય સર્વ પીડાની નિવૃત્તિથી થયેલું જે મનોહર સુખ પ્રશાંત આત્માથી અનુભવે છે, તેનાથી અનંતગણું સુખ મુક્ત જીવોને હોય છે એમ વિદ્વાનો કહે છે. (પ-૬-૭) (૩૯૮)
संसारसुखमप्यौत्सुक्यविनिवृत्तिरूपमेवेत्युक्तमिह विशेषमाहइयमित्तरा निवित्ती, सा पुण आवकहिया मुणेयव्वा । भावा पुणो वि नेयं, एगंतेणं तई नियमा ॥ ३९९ ॥ [इयं इत्वरा निवृत्तिः सा पुनः यावत्कथिका मुणितव्या । માવા: પુનરપિ નેયં ક્રાન્તન મસી નિયમાન્ II રૂ૫૧ I]
इयमिन्द्रियविषयभोगपर्यन्तकालभाविनी इत्वरा अल्पकालावस्थायिनी निवृत्तिरौत्सुक्यव्यावृत्तिः सा पुनः सिद्धानां संबन्धिनी औत्सुक्यविनिवृत्ति