________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૦૬
પ્રશ્ન- ત્રણ કાળથી શા માટે ગુણવામાં આવે છે ?
ઉત્તર– ભૂતકાળમાં થયેલ પ્રાણાતિપાત વગેરે પાપનું પ્રતિક્રમણ કરવામાં આવે છે, વર્તમાનમાં તેને રોકવામાં આવે છે અને ભવિષ્ય માટે તેનું પચ્ચકખાણ કરવામાં આવે છે. આમ ૪૯ ભાંગા ત્રણ કાળની સાથે સંબંધવાળા હોવાથી તેમને ત્રણ કાળથી ગુણવામાં આવે છે. આ પ્રમાણે અરિહંતોએ, ગણધરોએ અને પૂર્વધરોએ કહ્યું છે.” (૩૩૦)
उक्तभङ्गकानामाद्यभङ्गस्वरूपाभिधित्सयाहन करइ न करावेइ य, करंतमन्नं पि नाणुजाणेइ । मणवयकायेणिक्को, एवं सेसा वि जाणिज्जा ॥ ३३१ ॥ [न करोति न कारयति कुर्वन्तमन्यमपि नानुजानाति । मनोवाक्कायैः एकः एवं शेषानपि जानीयात् ॥ ३३१ ॥]
न करोति स्वयं न कारयत्यन्यैः कुर्वन्तमन्यमपि स्वनिमित्तं स्वयमेव नानुजानाति कथं मनोवाक्कायैर्मनसा वाचा कायेन चेत्येवमेको विकल्पः, एवं शेषानपि व्यादीन् जानीयात् यथोक्तान् प्रागिति ॥ ३३१ ॥ ઉક્ત ભાંગાઓના પહેલા ભાંગાના સ્વરૂપને કહેવાની ઇચ્છાથી કહે છે–
ગાથાર્થ– મનથી-વચનથી-કાયાથી ન કરે, ન કરાવે અને કરતા એવા બીજાની અનુમોદના ન કરે. આ પ્રમાણે પહેલો એક ભાંગો છે. એ પ્રમાણે બાકીના પણ ભાંગાઓને પૂર્વે જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે જાણવા. (૩૩૧) શ્રાવકને ત્રિવિધ-ત્રિવિધથી પ્રત્યાખ્યાન
(ગા. ૩૩૨-૩૩૮) अत्राहन करेईच्चाइतियं, गिहिणो कह होइ देसविरयस्स । भन्नइ विसयस्स बहि, पडिसेहो अणुमईए वि ॥ ३३२ ॥ [न करोति इत्यादित्रिकं गृहिणः कथं भवति देशविरतस्य । भण्यते विषयावहिः प्रतिषेधो अनुमतेरपि ॥ ३३२ ॥]