________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૧૬
અહીં આગમને સારી રીતે નહિ જાણનારા કોઇ કહે છે. એથી શિષ્યના મુખથી તેના અભિપ્રાયને કહે છે—
ગાથાર્થ— ટીકાર્થ– ભગવાનની પણ પૂજા કરવામાં જીવ હિંસા થાય છે. કારણ કે પૃથ્વીકાય આદિની હિંસા વિના પૂજા ન થઇ શકે. “સર્વ જીવો ન હણવા જોઇએ” ઇત્યાદિ વચનથી જીવહિંસાનો નિષેધ કર્યો છે. વળી– પૂજા પૂજ્ય અરિહંતોને કે તેમની પ્રતિમાઓને ઉપકાર કરનારી થતી નથી, અર્થાત્ પૂજાથી અરિહંતોને કે તેમની પ્રતિમાઓને કોઇ લાભ થતો નથી. કારણ કે અરિહંતો કૃતકૃત્ય છે, અને તેમની પ્રતિમાઓ જડ છે. આથી ભગવાનની પૂજા ન કરવી જોઇએ. એમ શિષ્ય કહે છે. (૩૪૫)
अत्राह
आह गुरू पूयाए, कायवहो होइ जइ वि हुं जिणाणं । तह वि तई कायव्वा, परिमाणविसुद्धिहेऊओ ॥ ३४६ ॥ [आह गुरुः पूजायां कायवधः भवत्येव यद्यपि जिनानाम् । तथापि सा कर्तव्या परिणामविशुद्धिहेतुत्वात् ॥ ३४६ ॥]
आह गुरुरित्युक्तवानाचार्यः पूजायां क्रियमाणायां कायवधः पृथिव्याद्युपमर्दो यद्यपि भवत्येव जिनानां रागादिजेतृणामित्यनेन तस्याः सम्यग्विषयमाहतथाप्यसौ पूजा कर्तव्यैव कुतः परिणामविशुद्धिहेतुत्वादिति न चायं હેતુરસિદ્ધ કૃતિ | રૂ૪૬ ॥
અહીં ઉત્તર કહે છે—
ગાથાર્થ— ટીકાર્થ— અહીં આચાર્યે કહ્યું કે, જો કે જિનોની પૂજા કરવામાં પૃથ્વીકાય આદિની હિંસા થાય જ છે, તો પણ પૂજા પરિણામની વિશુદ્ધિનો હેતુ હોવાથી પૂજા કરવી જ જોઇએ. જિન=રાગાદિને જીતનારા. અહીં ‘જિનોની' એમ કહીને પૂજાનો વિષય શુભ છે એમ કહ્યું છે. (૩૪૬)
परिहरति
भणियं च कूवनायं, दव्वत्थवगोयरं इहं सुत्ते । निययारंभपवत्ता, जं च गिही तेण कायव्वा ॥ ३४७ ॥
१. कायवहो जइ वि होइ उ जिणाणं ।