________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ , ૩૨૧ બાકીની સામાચારીને કહે છે–
ગાથાર્થ– ટીકાર્થ-ઇપછી સાધુની પાસે ક્ષમાદિરૂપ ધર્મનું શ્રવણ કરે. પછી સાધુઓની તેવા પ્રકારની ચેષ્ટારૂપ સંયમચર્યાને પૂછે, અર્થાત્ સંયમનું પાલન બરોબર થાય છે કે નહિ? કોઈ કામ છે? કોઈ વસ્તુની જરૂરિયાત છે ? ઈત્યાદિ પૂછે. પૂછ્યા પછી જો સાધુઓનું કોઈ કામ કરવાનું હોય તો સ્વશક્તિ પ્રમાણે કરે. (ઉપર)
तत्तो अणिंदियं खलु, काऊण जहोचियं अणुट्ठाणं । भुत्तूण जहा विहिणा, पच्चक्खाणं च काऊण ॥ ३५३ ॥ [ततः अनिन्द्यं खलु कृत्वा यथोचितमनुष्ठानम् ।। भुक्त्वा यथाविधिना प्रत्याख्यानं च कृत्वा ॥ ३५३ ॥] ततस्तदनन्तरमनिन्द्यं खलु इहलोकपरलोकानिन्द्यमेव कृत्वा यथोचितमनुष्ठानं यथा वाणिज्यादि तथा भुक्त्वा यथाविधिना अतिथिसंविभागसंपादनादिना प्रत्याख्यानं च कृत्वा तदनन्तरमेव पुनर्भोगेऽपि ग्रन्थिસહિતાવી િ રૂબરૂ II
ગાથાર્થ– ટીકાર્ચ-છપછી (ધનોપાર્જન કરવા માટે) આ લોકની અને પરલોકની અપેક્ષાએ જે અનિદ્ય હોય તે જ યથોચિત વેપાર આદિમાં પ્રવૃત્તિ કરે પછી અતિથિસંવિભાગ કરવો આદિ વિધિપૂર્વક ભોજન કરે. પછી તુરત જ પ્રત્યાખ્યાન કરે. કદાચ ફરી ભોજન કરવું હોય તો પણ ગ્રંથસહિત આદિ પચ્ચકખાણ કરે. (અહીં “પણ” શબ્દથી ટીકાકાર એમ કહેવા માગે છે કે ફરીવાર ખાવું-પીવું હોય તેથી તિવિહાર-ચોવિહાર પચ્ચકખાણ ન થઈ શકે તો ગંઠિ સહિત વગેરે પણ પચ્ચકખાણ અવશ્ય કરવું, પચ્ચખાણ વિના ન રહેવું.) (૩૫૩)
सेविज्ज तओ साहू, करिज्ज पूयं च वीयरागाणं । । चिइवंदण सगिहागम, पइरिक्रमि य तुयट्टिज्जा ॥ ३५४ ॥
૧. સ્વવિખવારિત્યેન - પોતાના વૈભવને ઉચિત હોય તે રીતે કરે. આનાથી
પોતાની ધનની શક્તિ પ્રમાણે કરવાનું કહ્યું. આદિ શબ્દથી પોતાની બુદ્ધિ
પોતાના સંયોગો, પોતાનું શરીરબળ વગેરે સમજવું. ૨. કપડામાં ગાંઠ બાંધીને હું આ ગાંઠ છોડું નહિ ત્યાં સુધી કંઈ પણ મુખમાં નાખવું
નહિઃખાવું-પીવું નહિ એવા નિયમને ગંઠિસહિત કહેવામાં આવે છે.