________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૩૩ गृह्यते, किं तर्हि सर्वायुष्कक्षयलक्षणमिति, मरणमेवान्तो मरणान्तः, तत्र भवा मारणान्तिकी, बह्वच-इति ठञ्, संलिख्यतेऽनया शरीरकषायादीति संलेखना तपोविशेषलक्षणा, तस्या जोषणं सेवनं, मो इति निपातस्तत्कालश्लाघ्यत्वप्रदर्शनार्थः, तस्या आराधना अखण्डना, कालस्य करणमित्यर्थः, तां प्रवक्ष्यामीति । एत्थ सामायारी- आसेवियगिहिधम्मेण किल सावगेण पच्छा णिक्कमियव्वं । एवं सावगधम्मो उज्जमिओ होइ । ण सक्कइ ताहे भत्तपच्चक्खाणकाले संथारगसमणेण होयव्वं ति । ण सक्कइ ताहे अणसणं कायव्वंति विभासा ॥ ३७८ ।।
ગાથાર્થ– ટીકાર્થ– અરિહંતોએ અપશ્ચિમ મારણાંતિકી સંલેખનાની આરાધનાને કહી છે. હું તે આરાધનાને કહીશ.
અપશ્ચિમ- અપશ્ચિમ એટલે પશ્ચિમ. પશ્ચિમ એટલે છેલ્લી. પ્રશ્ન- જો અપશ્ચિમ શબ્દનો પશ્ચિમ અર્થ છે તો ગ્રંથકારે અપશ્ચિમના બદલે પશ્ચિમ શબ્દ કેમ ન લખ્યો ?
ઉત્તર- પશ્ચિમ શબ્દ અનિષ્ટ આશયનો સૂચક હોવાથી અનિષ્ટ આશયનો ત્યાગ કરવા માટે અપશ્ચિમ શબ્દ લખ્યો છે.
મારણાંતિકી– મરણ એટલે પ્રાણોનો ત્યાગ. જો કે પ્રતિક્ષણ આયુષ્ય ઘટવારૂપ આવીચી મરણ છે. તો પણ તે મરણ અહીં ગ્રહણ કરાતું નથી. અહીં સર્વ આયુષ્યના ક્ષય રૂપ મરણ ગ્રહણ કરાય છે. અહીં મરણ એ જ અંત છે. મરણરૂપ અંતમાં જે થાય તે મારણાંતિકી.
(મારણાંતિકી એ સંલેખનાની આરાધનાનું વિશેષ છે. એથી મરણરૂપ અંતે થનારી સંલેખનાની આરાધના તે મારણાંતિકી.).
સંલેખના– જેનાથી શરીર-કષાય વગેરે કૃશ કરાય તે સંલેખના. સંલેખના વિશેષ પ્રકારના તપ સ્વરૂપ છે.
મને નિપાત છે, અને મરણકાળે સંલેખના પ્રશંસનીય છે એ બતાવવા માટે છે.
અહીં સામાચારી આ પ્રમાણે છે- ગૃહસ્થ ધર્મનું પાલન કર્યા પછી શ્રાવકે દીક્ષા લેવી જોઈએ. એમ કરવાથી શ્રાવકધર્મ ઉદ્યમવાળો થાય, અર્થાત્ શ્રાવકધર્મમાં ઉદ્યમ કર્યો ગણાય. તેમ શક્ય ન બને તો ભક્તપ્રત્યાખ્યાનના સમયે સંથારકશ્રમણ થવું જોઈએ, અર્થાત્ અનશન સ્વીકારીને દીક્ષા લેવી જોઈએ. તેમ શક્ય ન બને તો અનશન કરવું જોઇએ. આમ વિકલ્પ છે. (૩૭૮)