________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૩૧
જણાવવું જ જોઈએ. કારણ કે પરમાર્થથી પ્રણિધાન કર્યું છે. પ્રમાદના કારણે તેવા પ્રકારનું પ્રણિધાન ન કરવામાં જિનેશ્વરોએ દોષ કહ્યો છે. કારણ કે વિભાગથી આવેલા શક્યકુશલમાં પ્રવૃત્તિ કરી નથી. (૩૭૪)
उपसंहरन्नाहएयं सामायारिं, नाऊण विहीइ जे पउंजंति ।। ते हुंति इत्थ कुसला, सेसा सव्वे अकुसला उ ॥ ३७५ ॥ [एतां सामाचारी ज्ञात्वा विधिना ये प्रयुञ्चते । ते भवन्त्यत्र कुशलाः शेषाः सर्वे अकुशला एव ॥ ३७५ ॥]
एतामनन्तरोदितां सामाचारी व्यवस्थां ज्ञात्वा विधिना ये प्रयुञ्जते यथावद्ये कुर्वन्तीत्यर्थः ते भवन्त्यत्र विहरणविधौ कुशलाः शेषा अकुशला एवानिपुणा एव न चेयमयुक्ता संदिष्टवन्दनकथनतीर्थस्नपनादिदर्शनादिति ॥ ३७५ ॥
ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– ટીકાર્થ– હમણાં કહેલી આ સામાચારીને જાણીને જેઓ વિધિપૂર્વક કરે છે તેઓ વિહારવિધિમાં કુશળ છે, બાકીના અકુશળ છે.
પૂર્વપક્ષ– આ સામાચારી યોગ્ય નથી. ઉત્તરપક્ષ સામાચારી યોગ્ય છે. કેમ કે મારા વતી વંદન કરજો એમ જેણે કહ્યું હોય તેના વતી વંદન કરે, તે વંદન તેને કહે, તેના વતી તીર્થમાં અભિષેક કરે વગેરે જોવામાં આવે છે. (૩૭૫)
संजना (गा. 305-3८५) श्रावकस्यैव विधिशेषमाहअन्ने अभिग्गहा खलु, निरईयारेण हुंति कायव्वा । पडिमादओ वि य तहा, विसेसकरणिज्जजोगाओ ॥ ३७६ ॥ [अन्ये चाभिग्रहाः खलु निरतिचारेण भवन्ति कर्तव्याः । प्रतिमादयो ऽपि च तथा विशेषकरणीययोगात् ॥ ३७६ ॥]
अन्ये चाभिग्रहाः खलु अनेकरूपा लोचकृतघृतप्रदानादयः निरतिचारेण सम्यक् भवन्ति कर्तव्या आसेवनीया इति । प्रतिमादयोऽपि च तथा शेषकरणीययोगा इति प्रतिमा दर्शनादिरूपा यथोक्तं "दंसणवये" त्यादि। आदिशब्दादनित्यादिभावनापरिग्रह इति ॥ ३७६ ॥