________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૨૬
શ્રાવકપ્રવાસની અને સાધુવિહારની વિશેષ સામાચારી (ગા. ૩૬૫-૩૦૫)
विधिमिति—
अहिगरणखामणं खलु, चेइयसाहूण वंदणं चेव । संदेसम्मि विभासा, जइगिहिगुणदोसविक्खाए ॥ ३६५ ॥ [ अधिकरणक्षामणं खलु चैत्यसाधूनां वन्दनमेव च । संदेशे विभाषा यतिगृहिगुणदोषापेक्षया ॥ ३६५ ॥]
अधिकरणक्षामणं खलु माभूत्तत्र मरणादौ वैरानुबन्ध इति । तथा चैत्यसाधूनामेव च वन्दनं नियमतः कुर्यात् गुणदर्शनात् । संदेशे विभाषा यतिगृहिगुणदोषापेक्षयेति यतेः संदेशको नीयते न सावद्यो गृहस्थस्य इति
॥ ૩૬૧ ॥
જવાના વિધિને કહે છે—
ગાથાર્થ– ટીકાર્થ– (સાધુ વિહાર કરીને અને શ્રાવક યાત્રા વગેરે માટે બીજા સ્થળે જાય ત્યારે) અધિકરણની (=કોઇની સાથે કલહ વગેરે થયું હોય તેની) ક્ષમાપના કરે. જેથી ત્યાં મરણ વગે૨ે થઇ જાય તો વૈરનો અનુબંધ ન થાય તથા જિનમંદિરોમાં અને સાધુઓને અવશ્ય વંદન કરે. કારણ કે તેમાં લાભ દેખાય છે. બીજાનો સંદેશો લઇ જવામાં સાધુ અને ગૃહસ્થને આશ્રયીને થતા ગુણ-દોષની અપેક્ષાએ વિકલ્પ છે. તે આ પ્રમાણે– સાધુનો સંદેશો લઇ જવાય. ગૃહસ્થનો પાપવાળો સંદેશો ન લઇ જવાય. અહીં ભાવાર્થ આ છે— સાધુઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય ત્યારે સાધુઓનો સંદેશો લઇ જાય. ગૃહસ્થ એક સ્થળેથી બીજા સ્થળે જાય ત્યારે સાધુનો સંદેશો લઇ જાય. પણ ગૃહસ્થનો સંદેશો લઇ જવાનો હોય તો ધર્મસંબંધી સંદેશો લઇ જાય, પણ પાપવાળો સંદેશો ન લઇ જાય. (૩૬૫)
चैत्यसाधूनां वन्दनं चेति यदुक्तं तद्विस्फारयति
साहूण सावगाण य, सामायारी विहारकालंमि । जत्थथि चेइयाई, वंदावंती तर्हि संघं ॥ ३६६ ॥ [साधूनां श्रावकानां च सामाचारी विहरणकाले । યંત્ર સન્તિ ચૈત્યાનિ વન્તિ તત્ર સંધમ્ ॥ ૩૬૬ I]