________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૨૮ [तेषां प्रणिधानात् इतरेषामपि च शुभाद्ध्यानात् । पुण्यं जिनैणितं न संक्रमतः इति अतो मर्यादा ॥ ३७० ॥]
तेषामाद्यानां वन्दननिवेदकानां प्रणिधानात् तथाविधकुशलचित्ताद् इतरेषामपि च वन्द्यमानानां शुभध्यानात् तच्छ्रवणप्रवृत्त्या पुण्यं जिनैर्भणितं अर्हद्भिरुक्तं न च संक्रमत इति न निवेदकपुण्यं निवेद्यसंक्रमेण यतश्चैवमतो मर्यादेयमवश्यं कार्येति ॥ ३७० ॥
જિનમંદિરોમાં અને સાધુઓને અવશ્ય વંદન કરે એમ જે કહ્યું તેને વિસ્તારે છે
ગાથાર્થ– ટીકાર્થ- સાધુઓની અને શ્રાવકોની વિહાર કરતી વખતે આ સામાચારી છે કે જે સ્થાને જિનમંદિરો=જિનપ્રતિમાઓ હોય ત્યાં ચારે ય પ્રકારના સંઘને વંદાવે, અર્થાત્ ચારે પ્રકારના સંઘનું પ્રણિધાન કરીને જાતે જ વંદન કરે. (હું આ વંદન ચાર પ્રકારના સંઘવતી કરું છું એમ મનમાં બોલીને પોતે વંદન કરે.) (૩૬૬) પહેલાં સંઘને વંદાવે પછી સ્વનિમિત્તે વંદન કરે. હવે જો ચોર વગેરેનો ભય હોય, સાર્થ જલદી આગળ જતો હોય વગેરે કારણથી વધારે સમય ન હોય તો પહેલાં જ સંઘના ઉપયોગવાળા થયા છતાં પ્રણિધાન કરે, અર્થાત્ આ સંઘવતી વંદન છે અથવા આ સંઘ વંદન કરે છે એમ મનમાં બોલીને સંઘને વંદાવે. (૩૬૬મી ગાથામાં સંઘને વંદાવીને પોતે વંદન કરે એમ કહ્યું છે.આ ગાથામાં જો સમય વધારે ન હોય અને એથી સંઘને વંદાવવું અને પોતે વંદન કરવું એ બેમાંથી એક જ થઈ શકે તેમ હોય તો શું કરવું ? એના જવાબમાં અહીં કહ્યું કે સંઘને વંદાવે, અર્થાત્ સંઘવતી વંદન કરે.) (૩૬૭) જેમણે પ્રણિધાન કર્યું છે=જેમણે પ્રણિધાનનું કાર્ય જે સંઘવંદન, તે સંઘવંદન જેમણે કર્યું છે એવા તેઓ, વિહાર કરતાં કરતાં સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકાઓને જોઈને સ્પષ્ટ કહે કે, મથુરા નગરી વગેરે અમુક સ્થળે તમે દેવોને વંદન કરાવાયા છો, અર્થાત્ અમોએ તમારા વતી દેવોને વંદન કર્યું છે. (૩૬૮) તે સાધુ વગેરે પણ બે હાથ જોડી મસ્તકે અંજલિ કરીને, મસ્તકને નમાવીને, શ્રદ્ધાની પ્રધાનતાવાળા સંવેગથી રોમાંચિત શરીરવાળા બનીને અને શુભ અધ્યવસાયવાળા બનીને તે વંદનનું બહુમાન કરે, અર્થાત્ પોતે પણ વંદન કરે. (૩૬૯) વંદન જણાવનારાઓને તેવા ૧. આ અર્થ ૩૭૨મી ગાથાના આધારે સિદ્ધ થાય છે.