________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૧૮ यदुक्तं न च पूज्यानामुपकारिणीत्येतत्परिजिहीर्षयाहउवगाराभावंमि वि, पुज्जाणं पूयगस्स उवगारो । मंताइसरणजलणाइसेवणे जह तहेहं पि ॥ ३४८ ॥ [उपकाराभावेऽपि पूज्यानां पूजकस्य उपकारः । मन्त्रादिस्मरणज्वलनादिसेवने यथा तथेहापि ॥ ३४८ ॥]
उक्तन्यायादुपकाराभावेऽपि पूज्यानामर्हदादीनां पूजकस्य पूजाकर्तुरुपकारः । दृष्टान्तमाह- मन्त्रादिस्मरणज्वलनादिसेवने यथेति तथाहिमन्त्रे स्मर्यमाणे न कश्चित्तस्योपकारोऽथ च स्मर्तुर्भवत्येवं ज्वलने सेव्यमाने न कश्चित्तस्योपकारोऽथ च तत्सेवकस्य भवति शीतापनोदादिदर्शनात् । आदिशब्दाच्चिन्तामण्यादिपरिग्रहः । तथेहापीति यद्यप्यर्हदादीनां नोपकारः तथापि पूजक-स्य शुभाध्यवसायादिर्भवति तथोपलब्धेरिति ॥ ३४८ ॥
પૂજાથી પૂજ્યોને ઉપકાર થતો નથી એમ જે કહ્યું તેનું નિરાકરણ કરવાની ઇચ્છાથી કહે છે
ગાથાર્થ– પૂજયોને ઉપકાર ન થવા છતાં પૂજકને ઉપકાર થાય છે. જેવી રીતે મંત્રાદિના સ્મરણમાં અને અગ્નિ આદિના સેવનમાં બને છે તેવી રીતે અહીં પણ જાણવું.
ટીકાર્થ– પૂર્વે કહ્યું તે રીતે અરિહંત આદિ પૂજયોને પૂજાથી ઉપકાર-લાભ ન થતો હોવા છતાં પૂજા કરનારને લાભ થાય છે. કોઈ મનુષ્ય મંત્રનું સ્મરણ કરે તો મંત્ર સ્મરણથી મંત્રને કોઈ લાભ થતો નથી, પણ મંત્રનું સ્મરણ કરનારને લાભ થાય છે તથા અગ્નિનું સેવન કરવાથી અગ્નિને કોઈ લાભ થતો નથી, પણ સેવન કરનારને લાભ થાય છે. કારણ કે ઠંડી દૂર થવી વગેરે જોવામાં આવે છે. આદિ શબ્દથી ચિંતામણિ આદિ વસ્તુઓ સમજવી. તે રીતે પ્રસ્તુતમાં પણ પૂજાથી અરિહંત આદિને લાભ થતો નથી, તો પણ પૂજકને શુભ અધ્યવસાય આદિ લાભ થાય છે. કારણ કે તે પ્રમાણે જોવામાં આવે છે. (૩૪૮) किं चदेहाइनिमित्तं पि हु, जे कायवहंमि तह पयद॒ति । जिणपूयाकायवहंमि तेसिं पडिसेहणं मोहो ॥ ३४९ ॥