________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૦૭ नकरोतीत्यादित्रिकंअनन्तरोक्तं गृहिणः श्रावकस्य कथंभवतिदेशविरतस्य विरताविरतस्य सावधयोगेष्वनुमतेरव्यवच्छिन्नत्वात्, नैव भवतीत्यभिप्रायः, एवं चोदकाभिप्रायमाशङ्कय गुरुराह- भण्यते तत्र प्रतिवचनं विषयावहिः प्रतिषेधोऽनुमतेरपि, यत आगतं भाण्डाद्यपि न गृह्णातीत्यादाविति ॥ ३३२ ॥
અહીં (પ્રશ્ન-ઉત્તર) કહે છેગાથાર્થ–પ્રશ્ન—દેશવિરત ગૃહસ્થને ન કરવું ન કરાવવું-ન અનુમોદવું એ ત્રિક કેવી રીતે હોય?
ઉત્તર– વિષયની બહાર અનુમતિનો પણ નિષેધ છે. ટીકાર્થ– દેશવિરત શ્રાવકને અનુમોદનાનો વિચ્છેદ થતો નથી. તેથી દેશવિરત શ્રાવકને ન કરવું-ન કરાવવું એ ભાંગાથી પ્રત્યાખ્યાન થઈ શકે, પણ ન કરવું-ન કરાવવું-ન અનુમોદવું એ ભાંગાથી પ્રત્યાખ્યાન કેવી રીતે થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે. એવો પ્રશ્નકારનો આશય છે. પ્રશ્નકારના આવા અભિપ્રાયની આશંકા કરીને ગુરુ ઉત્તર આપે છેવિષયથી ( ક્ષેત્રથી) બહાર દેશવિરતને પણ અનુમતિનો નિષેધ છે. વિષયથી (=ધારેલા ક્ષેત્રથી) બહારથી આવેલ ઉપકરણ વગેરે પણ ન ગ્રહણ કરે વગેરેમાં અનુમતિનો પણ ત્યાગ થઈ શકે છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– કોઈ શ્રાવક મારે હિંદુસ્તાનની બહાર હિંસા ન કરવી, ન કરાવવી અને ન અનુમોદવી એવું પ્રત્યાખ્યાન કરે તો કરી શકે છે. આવું પ્રત્યાખ્યાન કર્યા પછી તેનાથી હિંદુસ્તાનની બહાર કોઈ જાતનો સંબંધ ન રાખી શકાય. હિંદુસ્તાનની બહારથી આવેલી કોઈ વસ્તુનો ઉપયોગ ન કરી શકાય. પત્રાદિ પણ ન મોકલી શકાય. પણ હિંદુસ્તાનમાં અનુમોદનાનો ત્યાગ ન કરી શકે. કારણ કે હિંદુસ્તાનની વસ્તુનો ઉપયોગ અનિવાર્ય છે.
આથી હિંદુસ્તાનને આશ્રયીને હિંસા ન કરવી-ન કરાવવી એ ભાંગાથી જ પ્રત્યાખ્યાન કરી શકે. (૩૩૨)
अत्रैवं व्यवस्थिते सति
केई भणंति गिहिणो, तिविहं तिविहेण नत्थि संवरणं । - तं न जओ निद्दिटुं, पन्नत्तीए विसेसेउं ॥ ३३३ ॥